Abtak Media Google News

140 પાનાના પુસ્તકમાં લેખકોએ પોતાના બાળપણના સંસ્મરણો કર્યા રજૂ

કોમેડિયન જય છનીયારા, આર જે આકાશ, આર જે જય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક દર્શિત ગોસ્વામીના હસ્તે પુસ્તકનું વિમોચન

થપ્પો દા શબ્દ સાંભળીને જ આપણને આપણું બાળપણ યાદ આવી જાય છે આવી જ એક બુક પ્રકાશિત થઈ ચુકી છે જેનું નામ છે. ‘થપ્પો દા – સફર આપણા બાળપણની’ જેના સંકલન કર્તા ભાવિશા તલસાણીયા છે તેમજ થપ્પો દા બુકનું કવર પેજ તથા બુકની આંતરિક ડિઝાઇન જયદીપ પંડયાએ કરેલ છે. જેમાં 40 સહ-લેખકોએ પોતાના બાળપણની યાદોને કવિતા, વાર્તા અને શાયરી દ્રારા રજુ કરેલ છે. બુકનું વિમોચન કોમેડિયન જય છનિયારા,આર જે આકાશ, આર જે જય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક એવા દર્શિત ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે.

સાથોસાથ ભૌતિકભાઈ ઠક્કર (મેથ્સ ગુરુ), જગતદાન ગઢવીભાઈ, મનસુખ સાબળિયા, મોહેન્દ્રસિંહ વર્મા, હર્ષિલ સોની, અશ્વિન સરવૈયા, પી. આનંદ તેમજ હેમાંગીની ગોર દ્વારા આ બુકની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. આ બુક એમેઝોન, ગૂગલ પ્લે બૂક્સ, ફ્લિપકાર્ટ અને એમેઝોન ક્ધિડલમાં તમને બધાને મળી રહશે. થપ્પો દા બુક વાંચીને દરેક પોતાના બાળપણની યાદોના સફરને જરૂર તાજી કરશે.

અમારી સાથે તમારી બુક લખવા Instagram માં સંપર્ક કરો bhavishagajjar216  અને jp.means.just.perfect તમારી લખેલી શાયરી, વાર્તાઓ, વગેરે અમને ઇન્સ્ટાગ્રામ આઈ ડી writeyourwordswithusમાં મોકલો. બુકની વધુ માહિતી માટે સપર્ક કરો 7207248484.

‘અબતક’ સાથેની વાતચીતમાં ભાવિશા તલસાણીયાએ જણાવ્યું હતું કે દરેકની ચાઇલ્ડ વુડ મેમરી યાદગાર છે ત્યારે મને પણ બાળપણના સંસ્મરણોનો વિચારઆવતા આ પુસ્તકની રચના કરાઇ છે. પુસ્તકમાં લેખક જયદિપ પંડ્યા, દેવર્શીય તલસાણીયા વગેરેનું બેસ્ટ રાઇટીંગ છે. વધુમાં તેઓ જણાવે છે કે હું છેલ્લા દોઢેક વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરું છું અને અત્યાર સુધીમાં મારી બે બુક લોન્ચ થઇ છે જેમાં ‘Nothing is impossible’ અને ‘ Ancredictable life’નો સમાવેશ થાય છે. આ બંને લુક અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.