Abtak Media Google News

12 વર્ષ સુધીના બાળકો અને સિનિયર સિટીઝન માટે ખુશીરૂપ જાહેરાત કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

કોર્પોરેશન દ્વારા આજીડેમ પાસે અઢળક કુદરતી સૌર્દ્યના સાંનિધ્યમાં રામવન-ધ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આગામી ગુરૂવારે અર્થાત રામનવમીના પવિત્ર દિવસે 12 વર્ષથી નીચેની વયના બાળકો અને સિનિયર સિટીઝનોને મફ્ત પ્રવેશ આપવામાં આવશે. તેવી ઘોષણા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘રામવન-ધ અર્બન ફોરેસ્ટ’ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ.13.77 કરોડના ખર્ચે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો દર્શાવતું સમગ્ર ભારતભરનું પ્રથમ ઐતિહાસિક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે.

રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે તેમજ અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય

છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાન શ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, 150ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. તેમજ ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી-જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે.

તો આગામી રામ નવમીના દિવશે શહેરના નગરજનોએ ખાસ કરીને બાળકો તથા સીનીયર સિટીઝનોને બહોળી સંખ્યામાં મુલાકાત લેવા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.