- ફૂલ ફાગ મહોત્સવ હોરી -રસિયા કાર્યક્રમમાં 3,000થી વધુ વૈષ્ણવો ઉમટી પડ્યા
ગુજરાતના અનેકવિધ વૈષ્ણવ મંદિરમાં ફુલ ફાગ મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રમુખસ્વામી હોલ ખાતે ફુલફાગ મહોત્સવ તેમજ હોરી- રસિયા કાર્યક્રમ રંગે -ચંગે ઉજવવામાં આવ્યો હતો,ફુલફાગ મહોત્સવ એ વસંતઋતુના આગમન પ્રતીક છે આ તહેવાર પ્રેમ, આનંદ અને ઉત્સાહનું પ્રતીક છે, વૈષ્ણવોએ એકબીજાને રંગો અને ફૂલો થકી ઉજવણી કરી હતી પરંપરાગત લોકગીતો અને નૃત્યો તેમજ આ સંસ્થા વૈષ્ણવ સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે જાણીતી છે, તેથી તેઓ આ તહેવારને ખૂબ જ ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવાયો હતો તેમજ ભજન, કીર્તન અને રાસ-ગરબાના સાથે વૈષ્ણવ પરંપરા અનુસાર, ભગવાન કૃષ્ણ અને રાધાના ભજનો ગાઈને ફુલ ફાગની ઉજવણી કરવામાં આવી હતી બાળકોએ મંગલાચરણ અને પુષ્ટિમાર્ગીય નૃત્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફુલ ફાગ મહોત્સવની ઉજવણી એ માત્ર એક તહેવાર નથી, પરંતુ વૈષ્ણવ સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવાનો અને યુવાનોને એકસાથે લાવવાનો એક ઉત્તમ અવસર છે.સુરતથી ખાસ રશિયા મંડળીને બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં 3,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા.
વ્રજરાજકુમારજીની પ્રેરણાથી ફૂલ ફાગ મહોત્સવ રંગ-ચંગે ઉજવાયો: જયેશ વાછાણી
અબતક સાથેની વાતચીતમાં વીવાયઓ મંદિરના જયેશભાઈ વાછાણી જણાવ્યું હતું કે, વ્રજરાજ કુમાર મહોદયના પ્રેરણા થી ફુલફાગ રસિયા નું 14 મી વખત આયોજન કરવામાં આવ્યું છે. લોકો ઠાકોરજીના ફૂલ ફાગ કાર્યક્રમમાં આવે અને આ કાર્યક્રમને માણે અને ફુલફાગ નું મહત્વ સમજે. ઠાકોરજી આખો મહિનો ફૂલો થી ખેલતા હોય છે ત્યારે ફુલ ફાગનું મહત્વ વિશેષ છે. રાધાજી સાથે કૃષ્ણ ભગવાન હોળી ખેલતા હોય છે.આજે વ્રજરાજ બાવાની પ્રેરણાથી નાના બાળકો ને પુષ્ટિ સંપ્રદાય શું છે.? વલ્લભાચાર્ય શું છે ? ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી સમજાવવા માં આવે છે