Abtak Media Google News

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે રસીકરણનું અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે છે, તે લહેર બાળકો માટે વધુ ઘાતકી સાબિત થઈ શકે છે. સરકારે આ લહેરથી બચવા માટે આજે એક મોટો નિર્ણય લીધો છે.

SEC (Subject Expert Committe)એ કહ્યું છે કે, ‘ભારતે 2 થી 18 વર્ષના બાળકો પર કરવામાં આવતા કોવાક્સિનના ફેઝ 2, ફેઝ 3 ના બાયોટેક ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપવી જોઈએ.’ મંગળવારે કોરોના રસી બાબતે SECએ ભારત બાયોટેક દ્વારા 2 થી 18 વર્ષના બાળકો પર કોવેક્સિન પરીક્ષણ માટે અરજી કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.

આ ક્લિનિકલ ટ્રાયલ 525 બાળકો પર કરવામાં આવશે, તે દિલ્હી AIIMS, પટના AIIMS, નાગપુરની MIMH હોસ્પિટલોમાં થશે. સમિતિની ભલામણો મુજબ, ભારત બાયોટેકે પરીક્ષણનો ત્રીજો ટ્રાયલ શરૂ કરતા પહેલા બીજા ટ્રાયલનો સંપૂર્ણ ડેટા આપવો પડશે.

ભારતમાં બે રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન લોકોને આપવામાં આવી રહી છે.

નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે ચેતવણી આપી

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે વિપત્તિ સર્જાય છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતું કે, ‘ત્રીજી લહેર આવવાનું નિશ્ચિત છે અને તેનાથી બાળકો પર વધારે અસર થઈ શકે છે.’

નિષ્ણાંતોની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે, ‘ત્રીજી લહેર આવે છે, તો બાળકોનું શું થશે, તેમના પરિવારોનું શું થશે, તેમની સારવાર માટે શું વ્યવસ્થા કરવામાં આવશે, આ બાબતો ધ્યાનમાં લેવી ખુબ જરૂર છે.’ ત્રીજી લહેરની ચેતવણી પછી, ઘણા રાજ્યોએ બાળકો માટે એક અલગ હોસ્પિટલ, વિશેષ કોવિડ કેર સેન્ટર્સ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.