Abtak Media Google News

રાજકોટની પ્રતિષ્ઠિત રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત તેમનામાં સંસ્કારોનું પણ સિંચન થાય તેવી સામાજીક પ્રવૃતિઓ સાથે જોડવામાં આવે છે. તાજેતરમાં શાળાના પ્રેપ સેકશનનાં બાળકો માટે અનાથ આશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

Press Photo Sharing Day

જેમાં પ્રેપ સેકશનના 3 થી 5 વર્ષના બાળકોએ અનાથ આશ્રમના બાળકોને જીવન જરૂરિયાતની અને રોજબરોજના વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે, લંચબોક્સ, વોટર બોટલ, સ્ટેશનરી આઇટમ્સ, ટૂથ પેસ્ટ, ટૂથ બ્રશ, હેર ઓઈલ, દીકરીઓ માટે શણગારની વસ્તુઓ, રૂમાલ, બિસ્કિટ, ચોકલેટ, વેફર જેવી અસંખ્ય અવનવી ભેટ સોગાદો આપીને શેરીંગ ડેની ઉજવણી કરી હતી.રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતાએ જણાવ્યું હતુ કે, શાળા દ્વારા બાળકોને નાની ઉંમરથી સામાજીક પ્રવૃતિના સાથે પરિચય કેળવાય તે માટે અનાથ આશ્રમ જેવી સામાજીક સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવે અને જરૂરિયાતમંદો અને વંચીતો સાથે પોતાની વસ્તુઓ શેર કરીને કેવો આનંદ મળે છે.આશ્રમથી પરત આવ્યા બાદ બાળકોએ પોતાના મિત્રો સાથે પણ પોતાનો નાસ્તો શેર કર્યો હતો.

આ સાથે શાળાના બાળકોએ શેરીંગ ડે ખુબ ઉલ્લાસથી ઉજવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને અનુરૂપ ઓનલાઈન એક્સપર્ટ સેશન યોજવામાં આવ્યું હતું. જેમાં બહારથી આવેલા એક્સપર્ટ દ્વારા આરઆઇએસના બાળકોના વાલીઓને શેરીંગ કરતા શીખવવું બાળકોના ઘડતર માટે કેટલું મહત્વનું છે તે વિશેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન માટે રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જયભાઇ મહેતા અને શ્રીકાન્ત તન્નાના માર્ગદર્શનમાં રીનાબેન ગાંધી, ભાવીબેન વાઘેલા, નેહાબેન ગોસ્વામી, ધર્મેશભાઈ ચાવડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આવી સામાજીક પ્રેરણાત્મક પ્રવૃતિના આયોજન બદલ જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતાએ આયોજક ટીમના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.