Abtak Media Google News

બાળકો સાથે નિષ્ણાતોનો સંવાદ: બાળકોની કાલીઘેલી ભાષા પર સૌ થયા રાજી

 

બેલુર વિદ્યાલયની પરંપરા રહી છે, સતત શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા બની છે. મહુવાની શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ પરિણામ. આપતી શાળા, શ્રેષ્ઠ પ્રવૃતિઓ કરાવતી શાળા એટલે બેલુર વિદ્યાલય. ગત વર્ષે NEETમાં 705 માર્ક્સ સાથે સમગ્ર ભાવનગરમાં પ્રથમ રહેલ તથા ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાને રહેલ સાથે ભાવનગર જીલ્લામાંથી AIIMS-NEW DELHI માં પ્રવેશ મેળવવાનો સૌ પ્રથમ રેકોર્ડ બનાવતી શાળા એટલે બેલુર. આ ઉપરાંત ચાલુ વર્ષે પણ ધો. 10માં 99.99 pr સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાને રહેલ સાથે 12 કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી મહુવા વિસ્તારમાં અવ્વલ શાળા બની છે. NEET-2022 માં 635 માર્ક્સ સાથે નકુમ ધ્રુવીશા પી.અને 605 માર્ક્સ સાથે શિયાળ જયશ્રી મહુવામાં અવ્વલ રહ્યા છે.

બેલુર વિદ્યાલયમાં પ્રકૃતિ પરિચય કાર્યક્રમ ઉજવાયો જેમાં ધો-1, 2 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો મેદાનમાં જઈ બેલુર વિદ્યાલયની પ્રાકૃતિક મૂડી એટલે કે પર્યાવરણના ભિન્ન-ભિન્ન અંગોની માહિતી મેળવી. વૃક્ષોની ઓળખ કરવામાં આવી. જેમાં મહુવાની ઓળખ એટલે નાળીયેરીની વિશેષ મુલાકાત લીધી. આ તકે સંસ્થાના ડાયરેક્ટર બાલુભાઈ જી. મકવાણા, ડો. ડી.સી.લાડુમોર, મનુભાઈ જી.મકવાણા, આર.એચ.હડિયા(Ex.Dy.S.P.)(શૌર્યચક્ર વિજેતા), મંગળભાઈ સી.લાડુમોર તથા સંચાલક મંડળ વતી એમ.ડી. બી.સી.લાડુમોર, સેક્રેટરી પી.એમ.નકુમ, નીલેશભાઈ બી.મકવાણા, દેવીનભાઈ એમ.મકવાણી, અંકુરભાઇ આર.હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવારને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.