Abtak Media Google News

૬૦ બાળકોના વૃન્દએ સતત ૩ કલાક સુધી અભિનયના ઓજસ પાથર્યા

જોડિયાની શૈક્ષણિક-સામાજિક મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉધોગ શાળા સંચાલિત બાળમંદિરનાં બાળકોનો વાર્ષિક બાલ સાંસ્કૃતિક સમારોહ-૨૦૧૮ ‘રંગીલા પતંગીયા’ કાર્યક્રમ ઉમંગ-ઉત્સાહ સાથે યોજવામાં આવ્યો હતો.

‘રંગીલા પતંગીયા’ નામાંકીત આ કાર્યક્રમમાં હુન્નર શાળા સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરીયા, અશોકભાઈ વર્મા, ભરતભાઈ શેઠ, પુષ્પાબેન સુખપરીયા, ભાનુબેન સુખપરીયા, સરપંચ નયનાબેન વર્મા, એકાઉન્ટન્ટ રાજીવભાઈ રાવલ તથા પૂર્વ હેડ કલાર્ક રમણીકભાઈ દાવડા, કારોબારી અધ્યક્ષા જયશ્રીબેન ડી.શેઠ, ગીતાબેન રાજા સામાજિક કાર્યકરો, અગ્રગણ્ય નાગરિકો, પત્રકારો, મહિલાઓ, યુવાનો, ગ્રામજનો, બાળકોના વાલીઓ વગેરેએ ઘણી મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કાર્યક્રમનું મંગલાચરણ ‘સત સૃષ્ટિ તાંડવ રચયિતા સ્તુતી’થી કરવામાં આવ્યું હતું. મંગલાચરણ બાદ ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાકટય વિધિ આયોજીત કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે બીનાબેન રાજીવભાઈ રાવલે ઉપસ્થિત સર્વેનું હાર્દિક સ્વાગત કર્યું હતું. જોડિયાના યુવા અને ઉત્સાહી કાર્યકરો ઉદયભાઈ શાસ્ત્રી તથા ગીરીશભાઈ પટેલે સુર-સ્વર અને સંગીત સાથે, વાદ્યોના માધ્યમથી કાર્યક્રમને હૃદયસ્પર્શી ઉઠાવ આપ્યો હતો.

કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને તાલીમ આપવા માટે બાલમંદિરના આચાર્યા કુ.વિજયાબેન મકવાણા તથા શિક્ષિકા બહેનો વંદનાબેન અગ્રાવત, વીણાબેન સોલંકી, અલ્પાબેન જોષી તથા સેવિકા બહેનો પ્રવિણાબેન ચાવડા, ગીતાબેન ગુંસાઈએ ખુબ જહેમત ઉઠાવી હતી.

હુન્નરશાળા સંસ્થાના કાર્યકરોએ વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સહયોગ દાખવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ સુખપરીયા તરફથી બાલમંદિરના ૨૦૦ બાળકો માટે ચોકલેટ અને મફીન્સ આપવામાં આવી. બીનાબેન રાવલએ આભારવિધિ કરી કાર્યક્રમ સંપન્ન કરેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.