Abtak Media Google News
  • શાળામાં નિયમિત રીતે ગવાતા, બાળ ગીતો સાંભળે, સમજે અને બોલતો બાળકને તેના જેવડા નાના બાળક સાથે રહેવું, નાચવું, ગાવું અને રમવું બહુ જ ગમે છે
  • ઘોડીયામાં હિંચકતા અને સુવા સમયે સાંભળેલા હાલરડાં સાથે અવાજની આરોહ-અવરોહની લય બઘ્ધતા સાંભળે છે: શાળએ જતાં પહેલા ટબુકડું બાળક ઘણા ગીતો સાંભળે છે

નાના બાળકને સૌથી વધારે અનુભજન્ય શિક્ષણની જરૂરીયાત હોય છે. બાળ ગીતોથી જ બાળકોની કલ્પના શકિત ખીલી ઉઠે છે અને તેનો માનસિક વિકાસ થાય છે. બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ મા-બાપે અને શિક્ષકોએ ખાસ કરવો જોઇએ. નાનકડું બાળક ઘોડીયામાં હિંચકતા અને સુવા સમયે માતા દ્વારા સંભળાતા હાલરડાંની આરોહ-અવરોહ (હાર્મની) ની લય બઘ્ધતા બરોબર સમજે છે અને સાંભળે છે એ પણ શાંત ચિત્તે નાનું બાળક ઘણીવાર ઊંઘમાં પણ હસતું જોવા મળે છે. શારિરીક વિકાસ સાથે પ્રથમ પાંચ વર્ષમાં તેનો માનસિક વિકાસ પણ થતો જ હોય છે. કોઇપણ બાળક શાળાએ જતાં પહેલા ઘરમાંથી કે તેના આસપાસના વાતાવરણમાંથી ઘણા ગીતો સાંભળે છે, શીખે છે, બોલે છે અને સમજે છે.

Img 20180717 Wa0001

શાળામાં નિયમિત રીતે ગવાતા બાળ ગીતો સાંભળે- સમજે અને બોલે છે. નાનકડા બાળકને તેની જેવડા બાળક સાથે રમવું, રહેવું, નાચવું, ગાવું અને કુદવું બહુ જ ગમે છે. આપણે ઘરી વાર નાનકડાં બાળકોન જુથમાં રમતા જોયા હશે ત્યારે તેની વાતો, રમતો, વ્યવસ્થા જેવી ઘણી ચીજો નોટીસ કરો તો જ તેના વિકાસની આપણને ખબર પડે છે. ત્રણ વર્ષ સુધી ઘરના વાતાવરણમાં ઘણું બધુ શીખી લે તો આ બાળક કે જેમાં શિસ્ત, સમજ સાથે સુચનાઓ અમલ જેવી ઘણી બધી ક્ષમતાઓ સિઘ્ધ થઇ ચુકી હોય છે.આપણી ગુજરાતી ભાષામાં કેટલાય નામી-અનામી બાળ સાહિત્યકારોએ ઢગલા બંધ બાળગીતો લખ્યા છે. બાળગીત એટલે જ બાળકો માટે લખાયેલા ગીતો જેનાથી બાળકોમાં ઘણી બધી સુટેવ સાથે વિવિધ ગુણ સંપન્ન થતાં હોય છે. ગીતોની મધુરતા અને લય બઘ્ધતા પણ અદભૂત હોય છે. આજે પણ આવા બાળગીતો આપણે સાંભળીએ તો આપણું બાળપણ યાદ આવી જાય છે. લગભગ બધા જ બાળગીતો ખુબ જ અનેસતત ગવાતાં  હોવાથી સતત દ્રઢિકરણ થતાં આપણને કે બાળકોને મોઢે થઇ જાય છે. મેં એક બિલાડી પાડી છે, એક બિલાડી જાડી, હાથી ભાઇતો જાડા, વારતા રે વારતા, એકડો સાવ સળેખડો, મંદિર તારૂ વિશ્ર્વ રૂપાળુ, હું ને ચંદુ છાના-માના, ચોખ્ખુ ઘરનું આંગણું, નાની મારી આંખ, ઢીંગલી મારી ખાતી નથી. ગાતા મીઠા તારા ગાન જેવા ઘણાં ગીતો છેલ્લા છ દશકાથી આપણે સાંભળતા આવ્યા છીએ.

God Bless Usa Kid

બાળગીતો કયારેય જાુના થતાં નથી અને વિસરાતા પણ નથી તેનું કારણ આપણે પેઢી દર પેઢી સતત બીજાને આપતા રહીએ છીએ. સરળ  શબ્દોના નાની લાઇન સાથેના આ બાળ ગીતો એક બીજા સાથે એવા ગુંથાઇ જાય છે કે તમે કોઇ એક લાઇન બોલો કે તરત જ બાળક ગાવા લાગે છે. સમુહમાં ગવાતા બાળગીતો તો ધરતી પર સ્વર્ગ ખડું કરે છે. બાળગીતોના શબ્દોમાં પશુ-પંખી સાથે શરીરનાં અંગો અને તેનુ કાર્ય, ગણતરી સાથે વિવિધ સારી ટેવોની વાત સમજાવે છે. મામાનું ઘર કેટલે, દિવા બળે એટલે જેવા બાળગીતો પરિવારની સમજ સાથે પ્રેમ હુંફ  અને લાગણી ની વાત કરે છે. પંખી બની ઉંડી જવુ: જેવા ગીતો બાળકને કલ્પનાની દુનિયામાં લઇ જાય છે.

Mqdefault

આજે પ્લે હાઉસ, બાલ મંદિર કે આંગણવાડીમાં સવારે આવતા વેંત પ્રાર્થના બાદ બાળગીતો ગવડાવાય છે અને છુટતા સમય પહેલા પણ બાળ ગીતો ગવડાવાય છે. જેમાં ગણિત, પર્યાવરણ જેવા ઘણા વિષયોને આવરી લેવાય છે. છુક છુક ગાડી આવી જેવા બાળગીતોમાં અભિનય ગીતો પણ એક કરવાથી બાળકો ઉત્સાહ અને ઉમંગથી જોડાયને એકબીજાને પકડીને લાઇનમાં એક સરખા ગોળાકારે ફરવા જેવી વ્યવસ્થા શીખે છે. લાઇફ સ્કીલ થ્રુ ડ્રામાં જેવા અભ્યાસક્રમમાં અભિનય કલાને વિશેષ સ્થાન અપાયું હતું. જોડકણાં જોડીને પણ બાળકોની તાર્કિક શકિત વિકસાવાય છે.એન ઘેન દિવા ઘેન જેવા અનેક ગીતોમાં આપણી આસપાસ રહેતા અને બાળકોને જોવા મળતા કુતરો, બિલાડી, ચકલી, કાલર, કાગડો, કબૂતર, બકરી, ગાય, ભેંસ, ઘેટું, ઘોડો જેવા અનેક ચોપગા પ્રાણીઓની વાત સાથે સમજની કેળવણી બાળગીતોમાં હોય છે. જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી જેવા બાળગીતોમા હાથી, સસલું, જિરાફ, વરૂ, શિયાળ, કાગડો, હરણ, સાબર, વાંદરાભાઇ અને રીંછ જેવા વિવિધ પ્રાણીની વાત આવતાં બાળક તેની કલ્પનામાં જંગલની શેર કરે છે. પહેલાના જમાનામાં કે આજના જમાનામાં દાદા-દાદી નાના બાળકોને બાળગીતો, બાળવાર્તા સાથે ઘણી બધી વાતુ કરીને બાળકને ઘણી સમજ આપતાં હતા. આજના યુગમાં લાડકી ગીત ખુબ જ સફળ રહ્યું છે.

Childhood Deutschland Updated... - Childhood Deutschland

બાળકો કલ્પનાની દુનિયામાં ફરીને મજા કરે સાથે  એને આનંદમય શિક્ષણ (જોયફૂલ લનિંગ) બાળ ગીતો જ આપે છે. અંગ્રેજી માઘ્યમમાં ભણતાં બાળકો ભલે લીટલ લીટસ વન્ડર સ્ટાર ભલે બોલે પણ તેને એક બિલાડી જાડી કે હાથીભાઇ તો જાડા પણ સંભળાવો. બાળગીતો બાળકોને હસતાં રમતાં ઘણું શિખવી જાય છે. રજાના સમયે ગવાતું બાળગીત રજા પડી ભાઇ રજા પડી, રમવાની તો મઝા પડી તેમાં તમે લેશન કરવાની, મમ્મીના કામ કરવાની, સારો ખોરાક ખાવાની, શરીરની ચોખ્ખાઇ જેવી વાતોને એડ કરીને ઘણું શિખવી શકો છો.

  • આ બાળગીકતો આજે બાળકો સાથે ગાય ને ઉજવણી કરીને તમારૂ બાળપણ યાદ કરજો

* અડકો દડકો દહીં દડુકો

* એક બિલાડી પાળી છે

* હાથી ભા તો જાડા

* આવરે વરસાદ, ધેબરીયો વરસાદ

* એન ઘેન દિવા ઘેન

* દાદાનો ડંગોરો લીધો

* વારતારે વારતા

* એક બિલાડી જાડી

* ડોશીમા ડોશીમાં કયાં ચાલ્યા

* ચકીબેન ચકી બેન મારી સાથે રમવા

* કારતકમાં ટાઢ આવી, માગશરમાં જામી

* નાની મારી આંખ, જોતી કાંક કાંક

* મારો છે મોર…..

* સાયકલ મારી સરરર.. જાય

* અમે ચાંદો સૂરજ રમતાં’તા

* અમે ફેર ફુદેરડી રમતા’તા

* ચણ ચણ બગાલી ચણાની દાળ

* જંગલ કેરા પ્રાણીઓની છૂક છૂક ગાડી ચાલી

* ઢીંગલી મારી ખાતી નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.