હડિયાણામાં ઘ્વજવંદન સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરાયા

હડીયાણા ગામે ૭૦મો પ્રજાસત્તાક દિવસ ખુબ જ ધામધુમથી ઉજવાયો હતો. હડીયાણા તાલુકા શાળાના પટાઁગણમાં હડીયાણા માઘ્યમિક શાળા હડીયાણા તાલુકા શાળા તથા હડીયાણા ક્ધયા શાળાનો સંયુકત રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં હડીયાણા ગામના મહીલા સરપંચ કુસુમબેન પરમાર તથા પંચાયતના તમામ સભ્યો, ગામના આગેવાનો ગ્રામજનો એસએમસીના સભ્યોો ત્રણેય શાળાના આચાર્યો શિક્ષકો તથા વિઘાર્થી ભાઇ-બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.કાર્યક્રમને શરુઆતમાં શાળા પરિસરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા હતા. ઉપરાંત દેશભકિતના ગીતો વગાડીને રાષ્ટ્ર ભકિતનો માહોલ સર્જાયો હતો.

બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. હડીયાણા ગામ પંચાયત દ્વારા ત્રણેય શાળાના તેજસ્વી વિઘાર્થીઓને સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.