- મરચાંના પૂરતા ભાવ ન મળતા હોવાના ખેડૂતોના આક્ષેપો
- મરચાના સારા ભાવ મળતા હોવાનું યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે લાલ મરચાની મબલક આવક થઈ રહી છે. દરરોજ 1000 થી 1500 બોરીની નોંધણી થઈ રહી છે, જે સ્થાનિક અને પરપ્રાંતિય વેપારીઓ માટે પણ એક મોટુ વેપારી હબ બની રહ્યું છે. ત્યારે ખેડૂતોએ પોષણ ક્ષમ ભાવ મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં આવતા હોય છે. પરંતુ મરચાં સારા હોવા છતાં પૂરતા ભાવ ન મળતા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. જોકે માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું હતું કે યાર્ડમાં મરચાના સારા ભાવ મળે છે. અને સારી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે લાલ મરચાની મબલક આવક થઈ રહી છે… દરરોજ 1000 થી 1500 બોરીની નોંધણી થઈ રહી છે, જે સ્થાનિક અને પરપ્રાંતિય વેપારીઓ માટે પણ એક મોટો વેપારી હબ બની રહ્યો છે.ખેડૂતો માટે આ સીઝન આશાની કિરણ લઈને આવી છે, પરંતુ સવાલ એ છે કે તેઓને યોગ્ય ભાવ મળી રહ્યો છે કે નહીં? શું લાલ મરચાના ભાવ સંતોષકારક છે ખેડૂતો માટે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પોહચેલા ખેડૂતો શું કહે છે? – જુઓ આ રિપોર્ટમાં
અમરેલી જીલ્લામાં મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે અહી છેલ્લા બે દિવસથી લાલ મરચાની મબલખ આવક થઇ રહી છે દરરોજ 1000 થી 1500 લાલ મરચા બોરીઓ અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહી છે લાલ મરચા વિવિધ પ્રકારના હોય છે, અને તેનાં ઉપયોગ પણ વિવિધ ઉદ્યોગો અને રસોઈમાં થાય છે. સૌરાષ્ટ્રમાં મરચાની ખેતી સામાન્ય રીતે 6 થી 7 મહિના ચાલે છે. ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતરનો પોષણ સમ ભાવ મળી રહે તેમતે માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી માં આવતા હોય છે ત્યારે ખેડૂતોમાં આ વખતે નારાજગી જોવા મળે છે બરવાળા બાવીશી ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે યાર્ડમાં બજાર આ વખતે સારી છે નહિ 2140 ની બજાર થઇ છે મરચા ખુબજ સારા છે ખેતી સારી પણ મરચાનું માર્કેટ નીચું છે એટલે ખેડૂતનેઆમાં નુકશાની જાય તેવું છે ખેડૂતને આમાં કઈ મળે તેમ નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં સારા ભાવ છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ માપે ભાવ મળી રહે છે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ભાવ ખુબજ નીચા છે મરચાના ભાવ અંદાજે 2500 થી 3000 મરચના ભાવ મળી રહે તો ખેડૂતો માટે સારું છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવેલ ખેડૂતોને મરચના પોષણસમ ભાવ ન મળતા નારાજ હોય તેવું લાગી રહ્યું છે
ખેડૂતોને મરચાના પોષણસમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ જણાવ્યું હતું કે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચના સારા એવા ભાવ મળે છે જેનાથી આપણા અમરેલી વિસ્તારના તો ખરાજ સાથો સાથ ગોંડલ પંથક રાજકોટ પંથક થી ખેડૂતો મરચા લઈને આવે છે અને મરચા માટેની અહી વ્યવસ્થા સારી એવી છે સારા ભાવ હોવાથી ખેડૂતો રાજી થાય છે ત્યારે આ વખતે ભાવ 2200 થી લઇ 2800, 3000 સુધીના ખેડુતોને ભાવ મળી રહે છે અને દરરોજ 1000 થી 1500 ભારી આવક થતી હોય અને બહાર થી વેપારીઓ પણ ખરીદી કરવા આવતા હોય છે રાજસ્થાન અને એમ.પી બાજુથી પણ વેપારીઓ ખરીદી કરવા આવે છે…
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી દરરોજ 1000 થી 1500 બોરી લાલ મરચાની આવક થઈ રહી છે. લાલ મરચાના ભાવ 2140 સુધી જ પહોંચતા ખેડૂતોમાં નિરાશા છે. બરવાળા અને બાવીશી ગામના ખેડૂતોના મતે, ગોંડલ યાર્ડમાં વધુ સારા ભાવ છે, અમરેલી યાર્ડમાં ઓછા ભાવથી નુકસાન થાય તેવું લાગી રહ્યું છે. યાર્ડ સેક્રેટરી મુજબ, 2200 થી 3000 સુધીના ભાવ મળી રહ્યા છે, અને રાજસ્થાન-મધ્યપ્રદેશના વેપારીઓ પણ ખરીદી કરવા આવે છે. તેમ છતાં, ખેડૂતો પોષણસમ ભાવની માંગ કરી રહ્યા છે, અને માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ પગલાં લેવાશે કે નહીં? તે જોવાનું રહેશે…
અહેવાલ: પ્રદિપ ઠાકર