Abtak Media Google News

દેશમાં કોરોના મહામારીનું પ્રમાણ વધતું જાય છે. આ સંક્રમણને અટકાવવા માટે સરકારે રસીકરણ, લોકડાઉન, કર્ફયુ જેવા પગલાં લીધા છે. હાલમાં દેશની પરિસ્થિતિ જોતા બીજા અન્ય દેશો પણ આપણી મદદે આવ્યા છે. ભારતનું પાડોસી દેશ ચીન પણ મદદે આવ્યું, પરંતુ ભારતે આ અંગે કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. જો કે, ઘણી ભારતીય કંપનીઓ ચીની સપ્લાયર્સ પાસેથી માલ ખરીદે છે. 30 એપ્રિલે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓએ આ અંગે વાતચીત કરી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનને પરિવહન કોરિડોર અને કાર્ગો ફ્લાઇટ ચાલુ રાખવા જણાવ્યું છે.

જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ફોન પર વાતચીત કરી હતી. વાંગે ભારતમાં વધી રહેલા કોરોના સંકટ પ્રત્યે સહાનુભૂતિ અને એકતા દર્શાવી. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, ‘ફોન કોલ ચીન તરફથી કરવામાં આવ્યો હતો. આ ફોન તે દિવસે આવ્યો હતો જયારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતને ટેકો આપવાની વાત કરી હતી.

જયશંકરે ટ્વિટર પર વાંગ યી સાથેની વાતચીત વિશે માહિતી આપતા કહ્યું કે, ‘સપ્લાય ચેન અને ફ્લાઇટ્સ ચાલુ રાખવાનાની બાબત પર ભાર મૂક્યો. ભારતીય કંપનીઓ પહેલેથી જ ચીની સપ્લાયર્સ પાસેથી કાચો માલ અને ઘણા ઉત્પાદનો ખરીદી રહી છે. જો આ પરિવહન કોરિડોર અને કાર્ગો ફ્લાઇટ્સ ચાલુ રહેશે અને જરૂરી પરિવહનની સહાય પૂરી પાડવામાં આવશે તો આ પ્રક્રિયામાં મદદ મળશે.’

 


ચીની પ્રધાન વાંગ યીએ નિવેદનમાં જણાવ્યું છે કે, ‘COVID-19 ને માનવતાનો દુશ્મન છે અને આ વાયરસ સામે લડવા અમે ભારતની સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. ચીન ભારત સરકારના પ્રયત્નોનું સમર્થન કરે છે અને કોઈ પણ વિલંબ કર્યા વિના આવશ્યક ચીજો ભારતીય કંપનીઓ સુધી પોંહચાડશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.