ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન ચીનનું નવું વર્ષ પણ આવવાનું છે, જેને લઈને નિષ્ણાતોએ ચેતવણી આપી છે. નિષ્ણાતો કહ્યું છે ક, આ સમયગાળા દરમિયાન ચીનમાં 2 અબજ ટ્રિપ થશે. જેના કારણે નવા કેસ વધશે. તેમનો અંદાજ છે કે ચીનમાં દરરોજ 36,000 લોકો મૃત્યુ પામી શકે છે.

27મી જાન્યુઆરી સુધીમાં ચાઈનામાં દરરોજ 6 કરોડ લોકો સંક્રમિત થશે તેવો અંદાજ !!

ચીનમાં કોરોના વાયરસ મહામારીને લઈને સ્થિતિમાં હજુ પણ સુધારો થયો નથી. દરમિયાન, એવા સમાચાર છે કે અહીં કોરોનાને કારણે દરરોજ 36000 લોકોના મોત થઈ શકે છે. કારણ કે લોકો એકબીજાના ઘરે જઈને ચાઈનીઝ નવા વર્ષની ઉજવણી કરશે. નિષ્ણાંતોએ કહ્યું છે કે શૂન્ય કોવિડ નીતિને રદ કર્યા પછી દેશ હાલમાં વિનાશના મધ્યમાં છે. ચીનમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના કેસ આવી રહ્યા છે. દરમિયાન મૃત્યુઆંક વધવાની આશંકા છે. ચીને આ અઠવાડિયે સ્વીકાર્યું છે કે એક મહિનામાં 60,000 લોકોના મોત થયા છે. જોકે ચીન એ વાત સ્વીકારી રહ્યું નથી કે આ મૃત્યુ કોરોનાના કારણે થયા છે.ચીને 8 જાન્યુઆરીના રોજ કોરોનાથી અંતિમ મૃત્યુઆંક જાહેર કર્યો છે. જે મુજબ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં માત્ર 5272 લોકો જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જોકે નિષ્ણાતો માને છે કે 60 હજારના મૃત્યુઆંક કરતાં 10 ગણા વધુ મૃત્યુ થયા છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને કારણે હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ચીને માત્ર હોસ્પિટલમાં મૃત્યુને ધ્યાનમાં લીધું છે.  આવી સ્થિતિમાં શક્ય છે કે ઘરોમાં મૃત્યુનો આંકડો મોટો હોય શકે છે. પરંતુ આ દરમિયાન નિષ્ણાતોએ ચાઈનીઝ નવા વર્ષના અવસર પર ચેતવણી આપી છે. તેઓ કહે છે કે લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરશે જેના કારણે કેસ વધશે અને મૃત્યુની સંખ્યા પણ વધુ હશે.

વૈશ્વિક આરોગ્ય ગુપ્તચર સેવાની એજન્સી એરફિનિટીનું   અનુમાન છે કે, 26 જાન્યુઆરી સુધીમાં દરરોજ 36000 મૃત્યુ થઈ શકે છે. વિશ્લેષકોનો એવો પણ અંદાજ છે કે 27 જાન્યુઆરી સુધીમાં દરરોજ 6.2 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. પ્રોફેસર મિંક્સિન પેઈનું માનવું છે કે ચીન મૃત્યુઆંક છુપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. નિક્કી એશિયાના અહેવાલ મુજબ જે રીતે ઝીરો કોવિડ પોલિસી ખોલવામાં આવી છે તે પાયમાલી સર્જી રહી છે.  સરકાર તેને છુપાવવા મજબૂર છે. જે રીતે ચીન આખું વધુ એકવાર કોરોના મહામારીમાં સંપડાયું છે તેના લીધે દેશમાંથી અમીરોની હિજરત શરૂ થઈ ગઈ છે. ચીનના ધનિકો અન્ય દેશોમાં જવાની યોજના બનાવી રહ્યા છે. કારણ કે ચીનમાં ઘરેલું રાજકારણ જટિલ બની ગયું છે. વિદેશી રોકાણ દ્વારા તેમની સંપત્તિ બહાર કાઢવાને બદલે નાગરિકો પોતે અન્ય દેશોમાં સ્થાયી થવાના માર્ગો શોધી રહ્યા છે. શ્રીમંત લોકો જાપાન, સિંગાપોર અને દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશોને પસંદગીના સ્થળો તરીકે જોઈ રહ્યા છે. તે કોરોના મહામારી દરમિયાન ચીનની સરકાર દ્વારા તેની ખાનગી મિલકત પરના આક્રમણથી પરેશાન છે. ચીનના લોકો માટે અમેરિકા, કેનેડા અને યુરોપ રોકાણની પ્રથમ પસંદગી હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.