ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર ભારતની સર્વોપરીતા પર ખતરો: સંસદમાં રિપોર્ટ.

government

ગ્વાદર બંદર માટે ચીન દ્વારા નિર્માણાધિન કોરીડોર પીઓકેમાંથી પસાર તો હોવાથી ભારત ચિંતીત

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર સામે ભારત ઘણા સમયી વિરોધ નોંધાવી રહ્યું છે. આ કોરીડોર પીઓકેમાંથી પસાર તો હોવાના કારણે ભારતની સર્વોપરીતા પર જોખમ હોવાનો રિપોર્ટ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સંસદમાં આપ્યો છે. ભારત ઘણા સમયી ચીન દ્વારા પાકિસ્તાનમાં નિર્માણાધિન કોરીડોર બાબતે ચિંતા વ્યકત કરી રહ્યું છે. આ કોરીડોર ભારતના ર્આકિ અને સુરક્ષાની બાબતે હિતમાં ની.

ચીન પાકિસ્તાનમાં વન-બેલ્ટ, વન-રોડના ધોરણે ઈકોનોમિક કોરીડોર વિકસાવી રહ્યું છે. આ કોરીડોર પાછળ ચીન અઢળક નાણા ખર્ચે છે. આ કોરીડોરી ગ્વાદર બંદરનો વિકાસ કરવામાં આવશે તેવો દાવો ચીનનો છે. ગત વર્ષે જી-૨૦ સમીટમાં વડાપ્રધાન મોદીએ ચીનના પ્રેસીડેન્ટ જીનપીંગ સમક્ષ આ ઈકોનોમિક કોરીડોર અંગે ચર્ચા કરી હતી. વૈશ્ર્વિક રાજકારણ માટે આ કોરીડોર બાબતે બન્ને દેશો ખુબજ ચિંતીત જણાય રહ્યાં છે. અગાઉ ભારતે સાઉ ચાઈના સમુદ્રમાં ચીનની ગતિવિધિની ટીકા પણ કરી હતી. ચીન હાલ વિએટનામ અને મલેશિયા જેવા દેશો પર જોહુકમી કરી રહ્યું છે. આ દેશોની આસપાસ ચીને સૈન્ય અડ્ડા બનાવવાનું શ‚ કર્યું છે.

ચીનનો વિરોધ કરવા ભારતે વિએટનામ અને મલેશિયાને ટેકો આપ્યો છે. આ બન્ને દેશમાંી ભારતને ર્આકિ ફાયદો છે. ઉપરાંત વૈશ્ર્વિક રાજકારણ માટે પણ આ બન્ને દેશોનો સહયોગ જ‚રી બની જાય છે. ચીન પાકિસ્તાનને પોતાના પડખામાં લઈ રહ્યું હોવાના કારણે ભારતે પણ વિએટનામને ટેકો આપ્યો છે. આ ટેકાના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે.

પાકિસ્તાનના ગ્વાદર બંદરનો ચીન દ્વારા વિકાસ થાય તે ભારતના હિતમાં નથી એકંદરે આ વિકાસના કારણે ભારતને નુકશાન છે. પાકિસ્તાનમાં તી આતંકવાદી ગતિવિધિ અને આવી ગતિવિધિને ચીનનો પરોક્ષ ટેકો ભારત માટે ખતરો છે. પીઓકેમાંથી ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર પસાર વાના કારણે ભારતની સર્વોપરીતા જોખમાઈ છે. આ મામલે ભારત સરકાર ભવિષ્યમાં શું પગલા લેશે તે જોવાનું જ‚રી બની જાય છે.