Abtak Media Google News

પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે ચીનની સાથે 13મા રાઉન્ડનો સૈન્ય વાર્તાલાપ કર્યો, સાડા 8 કલાક ચાલી વાતચીત 

ચીની મીડિયાએ જુઠાણું ફેલાવ્યું, ભારત અનુચિત અને અવાસ્તવિક માંગો પર જોર આપી રહ્યું હોવાના અહેવાલો પ્રસિદ્ધ કર્યા 

પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે રવિવારના રોજ ચીનની સાથે 13મા રાઉન્ડની સૈન્ય વાર્તા કરી છે. અંદાજે સાડા આઠ કલાક ચાલેલી વાતચીતમાં પૂર્વ લદ્દાખમાં અથડામણ થયેલા બાકી જગ્યાઓ પરથી સૈનિકોની ઝડપથી વાપસી કરવા પર જોર આપ્યું હતું. જો કે ચીને પોતાના સરકારી મીડિયા દ્વારા ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ જેવું કામ કર્યું છે. ચીની મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પીએલના વેસ્ટર્ન થિએટર કમાન્ડના હવાલે કહ્યું કે ભારત અનુચિત માંગો દ્વારા વાતચીતમાં મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે PLAના વેસ્ટર્ન થિએટર કમાન્ડ હવાલે સોમવારની સવારે કરાયેલા એક ટ્વીટમાં કહ્યું કે ચીન અને ભારતની વચ્ચે રવિવારના રોજ 13મા રાઉન્ડની કોર કમાન્ડ સ્તરની વાતચીત થઇ. ભારત અનુચિત અને અવાસ્તવિક માંગો પર જોર આપી રહ્યું છે, તેનાથી વાતચીતમાં મુશ્કેલીઓ આવી રહી છે.

PLAના વેસ્ટર્ન થિએટર કમાન્ડના હવાલે આગળ કહ્યું કે ચીનને આશા છે કે ભારતીય પક્ષ સ્થિતિની ખોટી આકરણી કરશે નહીં, સીમાવર્તી વિસ્તારોમાં કઠિન સ્થિતિને સંભાળશે, પ્રાસંગિક સમજૂતીઓનું પાલન કરશે અને 2 દેશો અને 2 સેનાઓની વચ્ચે ઇમાનદારીની સાથે એકશન લેશે. તો સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાની સંયુકત પણે રક્ષા કરવા માટે ચીનની સાથે મળીને કામ કરશે. હવે તો આ એ જ વાત થઇ ને કે ‘ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે’ કારણ કે પૂર્વ લદ્દાખમાં ચીનની નાપાક હરકતો તો આખી દુનિયા જાણે છે.

કોર કમાન્ડર સ્તરની વાર્તામાં મુખ્યત્વે પેટ્રોલિંગ પોઇન્ટ-15 (PP-15) સાથે સૈનિકોની વાપસીને રોકાયેલી પ્રક્રિયાને પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વાતચીત સવારે 10.30 વાગ્યે શરૂ થઇ અને સાંજે સાત વાગ્યા સુધી ચાલી. પાછલા રાઉન્ડની વાર્તા આની પહેલાં લગભગ બે મહિના પહેલાં થઇ હતી. ત્યારબાદ ગોગરા (પેટ્રોલિંગ પોઇન્ટ-17 એ) પરથી સૈનિકોની વાપસી થઇ હતી.

લગભગ દસ દિવસ પહેલાં જ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં યાંગત્સેની પાસે ભારતીય અને ચીની સૈનિકો થોડીકવાર માટે સામ-સામે આવી ગયા હતા. જો કે સ્થાપિત પ્રક્રિયાના અનુસાર બંને પક્ષોના કમાન્ડરોની વચ્ચે વાર્તા બાદ થોડાંક જ કલાકોમાં મામલો ઉકેલાઇ ગયો. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ના અંદાજે 100 જવાનો 30મી ઑગસ્ટના રોજ ઉત્તરાખંડના બારાહોતી સેકટરમાં LACને પાર કરીને આવી ગયા હતા અને થોડાંક કલાકો પસાર કર્યા બાદ પાછા જતા રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.