Abtak Media Google News

ચીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા કરવા તમામ પક્ષોની ‘ચિંતા અને હિત’ ધ્યાને રાખતા ‘પેકેજ સમાધાન’નું આહવાન કર્યું

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સીટ હાંસલ કરવા માટે જી૪ દેશો દ્વારા શ‚આતમાં વીટો પાવર છોડવાની રજુઆત પર ચીને સીધી પ્રતિક્રિયા આપી છે. ચીને સંયુકત રાષ્ટ્ર પરિષદમાં સુધાર માટે બધા પક્ષોની ‘ચિંતાઓ અને હિતો’ને ધ્યાનમાં રાખતા ‘પેકેજ સમાધાન’નું આહવાન કર્યું છે.

જી૪ દેશોની રજુઆત પર ચીનના વિદેશ મંત્રાલયની પ્રવકતા ચુનયિંગે કહ્યું કે, ચીન સંયુકત રાષ્ટ્ર પરિષદમાં ફેરફારને સમર્થન આપે છે અને આ માટે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ અને સલાહ સુચનો વધવા જોઈએ. હુઆએ લેખિતમાં જણાવતા કહ્યું કે, સુરક્ષા પરિષદમાં સુધારો કરવાનો સંબંધ સદસ્યતાની શ્રેણીઓ, ક્ષેત્રીય પ્રતિનિધિત્વ અને વીટો પાવર જેવા મુદ્રાઓથી છે. હુઆએ આગળ જણાવ્યું કે, આ મુદાઓનું એક ‘પેકેજ સમાધાન’ ઉપર પહોંચીને જ સમાધાન લાવી શકાય છે. આ પેકેજ સમાધાનમાં વ્યાપક લોકતાંત્રિક વિમર્શના માધ્યમથી તમામ પક્ષોના હિતો અને ચિંતાઓ આવરી લેવા જોઈએ. જે દ્વારા આ તમામ મુદાઓનુ નિરાકરણ લાવી શકાય.

જણાવી દઈએ કે, ચીનનો નજીકનો દેશ પાકિસ્તાન યુએન (સંયુકત રાષ્ટ્રમાં) સભ્યોની સંખ્યા વધારવા માટે વિરોધ કરી રહ્યો છે. ઈટલી અને પાકિસ્તાનની આગેવાનીવાળા યુનાઈટેડ ફોર કંસેસર સંગઠને સભ્યોની એક નવી શ્રેણીનો પ્રસ્તાવ રાખ્યો છે. જે કાયમી નહી પરંતુ તેની સભ્ય અવધિ લાંબી હશે અને તેનું એક વખત પુનર્નિર્વાચિત થવાની સંભાવના છે.

ચીન વીટો પાવરવાળા પાંચ કાયમી સભ્યોનો હિસ્સો છે. આ શ્રેણીમાં અમેરિકા, રલ્સ ફ્રાંસ અને બ્રિટેન છે. સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની પ્રક્રિયાને આગળ વધારવાની કોશીશ હેઠળ ૭ માર્ચે જી૪ના સભ્યોએ કહ્યું હતું કે તેઓ આવા ઈનોવેટીવ વિચારોનું સ્વાગત કરે છે અને જયાં સુધી વિટો પાવર ઉપર નિર્ણય ન થાય ત્યાં સુધી તેઓ સંશોધિત સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે વીટો પાવર છોડવા તૈયાર છે. જી૪ના સંયુકત ભાષણમાં એ પર ભાર મુકવામાં આવ્યો છે કે, સંયુકત રાષ્ટ્રના મોટાભાગના સભ્યો સુધારા બાદ સુરક્ષા પરિષદમાં કાયમી અને ગેરકાયમી સભ્યોની સંખ્યામાં વધારો કરવાના તરફેણમાં છે. જોકે, ભારત પાછલા થોડા વર્ષોથી કાયમી સભ્યપદ માટે પોતાનો દાવો કરતા સુરક્ષા પરિષદના સુધારા ઉપર ભાર આપી રહ્યું છે. આવામાં ચીને કહ્યું કે, સંયુકત રાષ્ટ્રમાં મોટી ભૂમિકા ભજવવાની ભારતની મહત્વકાંક્ષાને તે સમજે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.