ભારતીય કંપનીઓ થઇ જાય સાવધાન, ચીને શરૂ કર્યું આવું કામ

ચીન અને રશિયાના હેકર્સ ભારતીય COVID-19 વેક્સિન ડેવલપર્સ, નિર્માતાઓ અને પ્રશાસકોને નિશાન બનાવી રહ્યા છે. એ ઈન્ટેલેન્સ ફર્મના રિપોર્ટ અનુસાર, હેકર્સ ભારતના સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા,ભારત બાયોટેક,પતંજલિ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ (AIIMS)ને નીશાન બનાવી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે વર્તમાનમાં 15 સક્રિય હેકિંગ અભિયાન ચાલી રહ્યું છે અને હેકર્સ સંક્રમિત લોકોની માહિતી,COVID-19 વેક્સિન અનુસંધાન ડેટા,પરીક્ષણ ડેટા અને સપ્લાયની માહિતી ચોરી કરવા માંગે છે.

હેકર્સના રડાર પર 12 દેશ

ભારત,જાપાન,અમેરિકા,બ્રિટન,ઓસ્ટ્રેલિયા, સ્પેન,ઈટલી અને જર્મની સહિત 12 દેશ હેકર્સના રડાર પર છે. Microsoft અનુસાર,ઉત્તર કોરિયા અને રશિયા જેવા દેશ COVID-19 વેક્સિનના અનુસંધાનમાં શામેલ સાત પ્રમુખ કંપનીનો લક્ષિત કરી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેકર્સ કેનેડા,ફ્રાન્સ,ભારત,દક્ષિણ કોરિયા અને અમેરિકામાં પ્રમુખ દવા કંપનીઓ અને વેક્સિન સંશોધનકર્તાઓને સક્રિયપણે નિશાન બનાવી રહ્યાં છે.

આ પહેલા દક્ષિણ કોરિયાની જાસૂસી એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, ઉત્તર કોરિયાના હેકર્સે ફાર્માસ્યુટિકલ દિગ્ગજ ફાઈઝરના કમ્પ્યૂટર સિસ્ટમને હેક કરવાનો પ્રયત્નો કર્યા હતાં.

ઝેડડીનેટના એક અહેવાલ મુજબ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની લેબો કોરોના વાયરસ રોગચાળા સાથે ચેડા કરાયેલા સાયબર ક્રાઇમન્સ અંગે સંશોધન કરી રહી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીને સુરક્ષા ભંગની જાણ થઈ, ત્યારબાદ તેણે પુષ્ટિ કરી કે, ડિવીજન ઓફ સ્ટ્રક્ચરલ બાયોલોજી લેબના વિભાગમાં સુરક્ષાની કોઈ ઘટના બની છે.

પાછલા વર્ષે ડિસેમ્બરમાં યૂરોપીયન મેડિસિન એજન્સી પર હેકર્સ દ્વારા સફળતાપૂર્વક હુમલો કર્યો હતો. COVID-19 વેક્સિન અને તેના સંશોધન સાથે જોડાયેલા મહત્વના ડેટાને ચોરી કર્યા બાદ સાઈબર આરોપીઓએ આ વર્ષે જાન્યુઆરીમાં આ ડેટા લીંક કર્યા હતાં.