Abtak Media Google News

વ્યક્તિનો ચહેરો રેકોગ્નાઈઝ કરી તે ગુનેગાર છે કે નહીં તે બતાવી દેશે

આમ તો ભારતમાં ચીનની બધી જ પ્રોડકટ્સના બહિષ્કારની વાત ચાલી રહી છે. ફટાકડાથી માંડીને ચાઈનીઝ તુક્કલ સુધી, ભારતીયો ચીની માલનો બહિષ્કાર કરી રહ્યાં છે પરંતુ ચીનની એક એવી પ્રોડકટ છે જેની ભારતે તાબડતોબ જરૂર છે અને આ પ્રોડકટનો બવિષ્કાર કરવો ભારતને બિલકુલ પરવડે તેમ નથી. ચીનની સરકારે પોલીસને ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમ ધરાવતા ચશ્મા આપ્યા છે જે ચશ્મા ગુનેગારનો ચહેરો સામે આવતા જ તેને ઓળખી કાઢે છે. બહોળી સંખ્યામાં વસ્તી ધરાવતા ભારત જેવા દેશ માટે ગુનેગાર ઓળખવા આ ચશ્મા અગત્યના સાબીત ઈ શકે તેમ છે. આ ચશ્મા ગુગલ ગ્લાસ કરતા પણ વધુ એકટીવ છે. ચશ્માને પોલીસ જવાનો માટે ખાસ ડીઝાઈન કરવામાં આવ્યા છે. હાલ કેટલાક ખાસ વિસ્તારોમાં આ ચશ્મા પ્રારંભિક ધોરણે આપવામાં આવ્યા છે.

આવી રીતે કામ કરે છે ચશ્મા

ચશ્મામાં જે ગ્લાસ લાગેલા છે તે કોમ્પ્યુટર અને ગુનેગારોના ડેટાબેઝ સો જોડાયેલો છે. ચશ્મામાંથી દેખાતા લોકોનું મિલન પોલીસના ડેટાબેઝમાં રહેલા ફોટોઝ સો થાય છે. જ્યારે આ બંને ફોટોઝ મેચ ઈ જાય ત્યારે તે પોલીસને તેના વિશે જાણ કરે છે અને પોલીસ તે ગુનેગારને તાત્કાલિક પકડી લે છે ઈને અદ્ભૂત શોધ !

સાત ગુનેગારો પકડાયા

જાણીને નવાઈ લાગશે કે આ ચશ્માની મદદી અત્યાર સુધી પોલીસ સાત લોકોને પકડી ચૂકી છે.  હવે યુદ્ધ સ્તર પર આ ચશ્માનું પ્રોડકશન અને વિતરણ થાય તો કેટલા બધા લોકોને ફાયદો ઈ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.