Abtak Media Google News

યુવા વયે હૃદયરોગના વધતા હુમલા ચિંતાનું કારણ…

ચકકર આવતા બેભાન થઈ સગીરા ઘરે જ ઢળી પડી પરિવારમાં શોક

માનસિક તનાવ અને સતત ચિંતા સાથેની જીવનશૈલીના કારણે યુવા પેઢીમાં  હાટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે.જીમ, રમતગમત અને વિદ્યાર્થીઓમાં હૃદયરોગનાં કારણે મૃત્યુઆંક દિન પ્રતિદિન વધી રહ્યા છે આવો જ એક કરૂણકહી શકાય તેવો ચિતલમાં બન્યો છે. ધો.12ની વિદ્યાર્થીની પેપર આપવા જાય તે પૂર્વે હાટફેઈલ થયાનું બહાર આવ્યું છે.

અમરેલીના ચિત્તલ ગામે ધોરણ 12ની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા માટે શાળાએ પહોંચે એ પહેલા જ ઘરે હાર્ટ એટેક આવવાના કારણે તેનું મૃત્યુ થયું હતું ઘટનાને પગલે અરેરાટી પ્રસરી જવા પામી છે. યુવા વયમાં હાર્ટ એટેક ચિંતાનું કારણ બન્યો છે અમરેલીના ચિત્તલ ગામે રહેતી ટ્વીંકલબેન નરેશભાઈ વાળા (ઉ. વ.17) ધો.12માં અભ્યાસ કરતા હતા અને હાલ તેમની પરીક્ષા ચાલુ હોય પરીક્ષા દેવા જવા માટે તેઓ તૈયાર થતા હતા અચાનક ચક્કર આવતા બેભાન થઇ પડી જતા સારવારમાં લઇ જતા ફરજ પરના ડોક્ટર દ્વારા હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયાનુ જાહેર કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.