Abtak Media Google News

 

નાના બાળકોથી લઈને મોટેરા સુધી બધાને ચોકલેટ ભાવે જ છે પરતું ચોકલેટ ખાધા બાદ જ સ્વાદનો ખ્યાલ આવે છે પરતું ચોકલેટએ ઘણી પ્રકારની હોય છે અને તેને ઘણા મિશ્રણથી બનાવી શકાય છે આજે આપણે બધા જ જાણીએ છીએ એમ કોકોનાં બિયાં પર કરેલી એક લાંબી રિફાઇનિંગ પ્રોસેસનું રિઝલ્ટ છે. કોકોના ઝાડ પરથી મળતા ફળમાંથી કોકોનાં બિયાં કાઢી એને સૂકવી અને શેકીને દળીને કોકો બટર, ચૉકલેટ જેવી પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. કોકો બટર એટલે કે કોકોમાંથી મળેલી ફૅટનો ઉપયોગ કૉસ્મેટિક્સ તેમ જ ચૉકલેટ લિકર બનાવવામાં થાય છે. આપણે ખાઈએ એ ચૉકલેટ કોકો બટર, ચૉકલેટ લિકર અને સાકરનું સુંદર મિશ્રણ હોય છે. જોઈએ ચૉકલેટની કૉમન વરાઇટીઓ કઈ-કઈ છે.

ચોકલેટ નો ઇતિહાસ

ચોકલેટનું મુખ્ય ઇન્ગ્રેડિઅન્ટ કોકો છે. ચોકલેટ ની શોધ  આજથી પાંચ હજાર વર્ષ પહેલાં થયેલી! કોકોનું ઉત્પાદન કરવાની શરૂઆત અમેરિકાના રહેવાસીઓએ કરેલી. તમને ખબર છે ચોકલેટનાં ઉત્પાદન માં પશ્ચિમ આફ્રિકા સૌથી મોખરે છે. પશ્ચિમ આફ્રિકામાં દુનિયાનાં 70 ટકા કોકોનું ઉત્પાદન થાય છે. ભારત માં કોકો નાં ઉત્પાદન ની શરૂઆત ૧૮મી સદી થી થઈ. ભારત માં આંધ્રપ્રદેશ સૌથી વધુ કોકો નું ઉત્પાદન કરે છે.આંધ્રાપ્રદેશ દર વર્ષે 7 હજાર ટન કોકો ઉગાડે છે. આમ ભારત દર વર્ષે ૧૭ હજાર ટન કોકો ઉગાડે છે.

ચોકલેટ મુખ્ય ત્રણ પ્રકાર ની હોઈ છે ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને વાઈટ ચોકલેટ. આ ત્રણ પ્રકાર ની ચોકલેટ બનાવવા જુદી – જુદી માત્રામાં કોકો, બટર, વેનીલા, મિલ્ક અને મિલ્ક પાવડર મિશ્રિત કરવામાં આવે છે.

Screenshot 39

કોકો :

કોકો નું વૃક્ષ ત્રણ – ચાર વર્ષ જૂનું થાય ત્યારે તેના પર ફળ આવે છે. કોકો નાં વૃક્ષ ને આશરે ૧૫ થી ૨૫ ડિગ્રી તાપમાન જોઈએ છે. કોકો નાં વૃક્ષ ને વધારે સારસંભાળ રાખવી પડે છે.

કોટે ડી’આઇવર દેશ છે જે કોકા નું સૌથી વધુ ઉત્પાદન કરે છે. આ દેશ લગભગ 201 કરોડ કિલોગ્રામ જેટલું કોકા નું ઉત્પાદન કરે છે. ભારત કોકા નાં ઉત્પાદન માં ૧૩મું સ્થાન ધરાવે છે.

ભારતમાં દર વર્ષે ચોકલેટના વપરાશમાં વધારો નોંધાય છે. ૨૦૦૨માં ચોકલેટ નો વાપરસ ૧.૬૪ લાખ ટન હતો જે ૨૦૧૩માં વધી ને ૨.૨૮ લખે પ હોંચી ગયો. આ વધારો આશરે ૧૩% ના દરથી નોંધાયો છે. ભારતમાં ચોકલેટનું માર્કેટ રૂ.11 હજાર કરોડ કરતાં પણ વધારે છે.

સ્ટ્રેસ દૂર કરશે ડાર્ક ચોકલેટ

ચોકલેટ આમતો બધાને ભાવતી વસ્તુ છે પણ તેનાથી દાતમાં કેવિટી થવાની શક્યતાઓ છે જે વાતની અવગણના કરી શકાય નહીં પણ અમુક પ્રકારની ડાર્ક ચોકલેટ ખાવાથી તણાવમાથી મુક્તિ મળે છે , સેન ડિયાગોની બેઠકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો કે ચોકલેટમાં 70 ટકા કોકો અને 30 ટકા ખાંડ હોય છે જેનું સેવન કરવાથી શરીર સ્ટ્રેસ ફ્રી રહતા તેની સકારાત્મકલ અસર થાઈ છે , અને તેથી હ્રદય સંબંધી સમસ્યાથી પણ બચી શકાય છે ॰આ અભ્યાસ્સ માટે ડોક્ટર લી .એસ. બુર્ક અને લિંડા યુનિવર્સિટીના શંશોધકોએ તપાસ કરી હતી , બર્કે જણાવ્યુ હતું કે પહલી વખત અમે મોટા પ્રમાણમા કોકો ધરાવતા નિયમિત આકારની ચોકલેટને સ્વસ્થ્ય માટે ઉપયોગી સાબિત થતાં જોય છે

ચોકલેટ જેટલી ડાર્ક હોય છે તેમાં તેટલીજ વધુ માત્રમાં તેમાં ફ્લાવોઈડ હોય છે , જે એક એન્ટી ઓક્સીડેંટ તરીકે કામ કરે છે , આ ઓક્સિડેંટ દિમાગી સ્વાસ્થ્યને જાળવી રાખે છે , માટે કહી શકાય કે 70 ટકા જેટલું કોકો ધરાવતી ચોકલેટ સ્ટ્રેસ દૂર ભગાડવામાં મદદરૂપ થાઈ છે . નિષ્ણાંતોનું કહવું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી મગજના ટ્રાંસમીટરમાં ફેરફારો આવે છે જોકે માઇગ્રેન , ડાયાબીટીસ ધરાવતા લોકોએ ચોકલેટથી દૂર રહેવું જોઈએ .

તમે કેટલા પ્રકારની ચોકલેટ ખાધી છે ?

Screenshot 41

કોકો પાઉડર

આ મોળો પાઉડર કોકોનો દળેલો ભૂકો છે જે વાનગીઓમાં ચૉકલેટનો ટેસ્ટ અને ફ્લેવર આપે છે. કુદરતી કોકો પાઉડર લાઇટ બ્રાઉન અને સ્ટ્રૉન્ગ ચૉકલેટના ફ્લેવરવાળો હોય છે. આ પાઉડર થોડો ઍસિડિક હોય છે અને જે રેસિપીમાં બૅકિંગ પાઉડરની જરૂર હોય ત્યાં વાપરવા માટે શ્રેષ્ઠ હોય છે.

મોળી ચૉકલેટ

સ્વીટ ટેસ્ટ વિનાની આ ચૉકલેટ કડવી એટલે કે બિટર ચૉકલેટ અથવા બેકિંગ ચૉકલેટ પણ કહેવાય છે. આ પ્યૉર ચૉકલેટ લિકર હોય છે જે ફક્ત કોકોનાં બીમાંથી બને છે. ભલે આ ચૉકલેટનો દેખાવ અને સુગંધ સામાન્ય ચૉકલેટ જેવાં જ હોય, પણ એના કડવા સ્વાદને કારણે બિટર ચૉકલેટને ડાયરેક્ટ ખાવાના ઉપયોગમાં નથી લઈ શકાતી. આ ચૉકલેટનો ઉપયોગ ચૉકલેટની બીજી વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે, જેમાં સાકર ઉમેરતાં સારો ટેસ્ટ મેળવી શકાય છે. કોકોનાં બિયાંમાં કોકો બટર અને કોકો સૉલિડ બન્ને સપ્રમાણમાં હોવાથી એ કોઈ પણ વાનગીને ખૂબ સારી ચૉકલેટી ફ્લેવર આપે છે. વાઇટ ચૉકલેટ સિવાયની કોઈ પણ બીજી ચૉકલેટ બનાવવામાં બિટર ચૉકલેટ સારો બેઝ બને છે.

ડાર્ક ચૉકલેટ

આ ચૉકલેટમાં ચૉકલેટ લિકર, સાકર, કોકો બટર, વૅનિલા બધું જ હોય છે; પણ ડાર્ક ચૉકલેટમાં મિક્સ સૉલિડ એટલે કે દૂધનું પ્રમાણ જરાય નથી હોતું. કમર્શિયલ ડાર્ક ચૉકલેટમાં કોકોનું પ્રમાણે ૩૦ ટકાથી લઈને ૭૦થી ૮૦ ટકા જેટલું હોય છે. બિટર સ્વીટ અને સેમી સ્વીટ પણ ડાર્ક ચૉકલેટની કૅટેગરીમાં જ આવે છે.

બિટર સ્વીટ ચૉકલેટ

ચૉકલેટમાં ૩૫ ટકા કોકો સૉલિડ હોય છે, જ્યારે બિટર સ્વીટમાં ચૉકલેટ લિકરનું પ્રમાણ ૫૦ ટકા જેટલું હોય છે. કેટલાક ચૉકલેટ બારમાં આ પ્રમાણ ૭૦થી ૮૦ ટકા પણ ઉમેરવામાં આવે છે. સ્વીટ ડાર્ક કે સેમી સ્વીટ ચૉકલેટ કરતાં બિટર સ્વીટ કડવી હોય છે.

મિલ્ક ચૉકલેટ

કોકો બટર અને ચૉકલેટ લિકર સિવાય મિલ્ક ચૉકલેટમાં કન્ડેન્સ્ડ મિલ્ક અથવા મિલ્ક પાઉડર હોય છે. મિલ્ક ચૉકલેટમાં ઓછામાં ઓછું ૧૦ ટકા ચૉકલેટ લિકર, ૩.૩૯ ટકા બટર ફૅટ અને ૧૨ ટકા મિલ્ક સૉલિડ હોય છે.આ ચૉકલેટ ડાર્ક ચૉકલેટ કરતાં વધારે મીઠી હોય છે. એનો રંગ લાઇટ હોય છે અને ચૉકલેટની ફ્લેવર પણ થોડી ઓછી હોય છે. આ ચૉકલેટને ગરમ કરવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે, કારણ કે મિલ્ક ચૉકલેટ ઓવરહીટ થઈ જવાના ચાન્સ વધુ હોય છે.

વાઇટ ચૉકલેટ

વાઇટ ચૉકલેટને ચૉકલેટ નામ એમાં રહેલા કોકો બટરના પ્રમાણે અપાવ્યું છે. બાકી એમાં ચૉકલેટ લિકર કે કોઈ પણ પ્રકારની કોકો પ્રોડક્ટ હોતી નથી, જેને લીધે આ ચૉકલેટનો ફ્લેવર ખૂબ માઇલ્ડ હોય છે. મોટા ભાગે એમાં વૅનિલા કે બીજી કોઈ ફ્લેવરનો ઉમેરો કરવામાં આવે છે. વાઇટ ચૉકલેટમાં ૨૦ ટકા કોકો બટર, ૧૪ ટકા મિલ્ક સૉલિડ અને વધુમાં વધુ પંચાવન ટકા સાકર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.