ચોટીલા: પ્રેમ સબંધને લઈને યુવકને તીક્ષણ હથિયારના ઘા મારી કરી હત્યા

હાલ રાજકોટ જીલ્લામાં ગુનાહઓની સંખ્યા વધી રહી છે,અને ગુનેહગારો બેફામ થઇ રહ્યા છે.ત્યારે રાજકોટ જીલ્લામાં ચોટીલા નજીક મુળ દુધેલી ગામમાં એક ચોકાવનારો કિસ્સોં સામે આવ્યો છે જેમાં પ્રેમસંબંધ મામલે યુવાન પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કર્યા બાદ યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો.

ચોટીલા પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી અને મોતનુ સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી. અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી.બહાદુર સોઢમિયા દેવીપૂજક નામના યુવકની હત્યા થઈ હોય તેવું જાણવા મળ્યું.પ્રેમસંબંધ મામલે સમાધાન માટે મળેલી બેઠક બાદ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા.મોતનું સાચુ કારણ અને હત્યા કરનાર આરોપીની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.