Abtak Media Google News

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ભરના યાત્રાધામોનું મુખ્ય પ્રવેશદ્વાર ચોટીલા ગણવામાં આવે છે ત્યારે આ સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના દર્શન માટે ગુજરાત સહિત અનેક રાજ્યો માંથી યાત્રિકો પોતાના મસ્તક નમાવીને પવિત્ર થવા માટે આવતા હોય છે. નવરાત્રીમાં માતાજીના ચરણોમાં શીશ જુકવવા માટે હજારો ભાવિકો ઉમટતા હોય છે. ત્યારે આરતી માટેના સમયમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.

આગામી તા.26.9.2022 થી આસોમાસ ની નવરાત્રી નો પ્રારભ થવા જઇ રહ્યો છે ત્યારે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભકતજનો વધુ પ્રમાણ માં સવારની આરતી લઈ શકે તે માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવરાત્રિના દરમિયાન મોટી સંખ્યામાં ભકતજનો માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા ઉમટી પડતા હોય છે ત્યારે આ ભકતજનો વધુ પ્રમાણ માં સવારની આરતી લઈ શકે અને ડુંગર ચડવા માટે વહેલી સવાર 4.30 કલાકનો સમય રાખવામાં આવ્યો છે.  વહેલી સવારની આરતી 5 વાગ્યે યાત્રિકોની લાભ મળે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સવારની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટ દ્વારા માહિતી આપવા આવી હતી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.