કોવિડ કેર સેન્ટર માટે ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા પુરી પાડતા ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્યો

0
25

રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ  સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા 13 મોટા ઓકિસજનની વ્યવસ્થા કરાઈ 

હાલ કોરોના ના કારણે દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. લોકો વધુ ને વધુ સંક્રમિત થઈ રહ્યા છે. તમામ તકેદારી છતાં સંકર્મીતો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે સરકાર સર્વ જ હિતાય સર્વ જન સુખાય ના સ્લોગન ને સત્ય કરવા માનવજાત પર આવી પડેલી વિપદા સમયે આંકડા છુપાવવાનો ખેલ કરી રહી છે ત્યારે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર માટે સરકાર  દ્વારા ઉભી કરાયેલ સુવિધા માં મદદરૂપ થવા માટે ચોટીલાના કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ છબીલભાઈ વાઘેલા, કિરીટભાઈ ખાચર, પરાગભાઈ શાહ, મેહુલભાઈ ખંધાર તેમજ રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના પ્રમુખ મોહસીનખાન પઠાણ દ્વારા મોટા 13 ઓક્સીજન સિલિન્ડર ની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપવમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here