ચોટીલા: જીવદયા પ્રેમીઓએ 15 જેટલા અબોલ પશુને કતલખાને લઈ જવાતાં બચાવ્યા 


વિક્રમસિંહ જાડેજા, ચોટીલા

ભારતના લોકો પશુ પ્રેમી છે છતાં ઘણા વિસ્તારોમાં અબોલ પશુ ઓને કતલખાને ધકેલવાના કિસ્સાઓ બનતા હોય ત્યારે ચોટીલાના ગઢેચી ગામેથી નીકળેલ એક વાહનમાં 15 જેટલા પશુઓને કતલખાને લઈ જવતા જીવદયા પ્રેમીઓએ પોલીસને સાથે રાખીને બચાવ્યા હતા..

ગઢેચી ગામેથી નીકળેલ અબોલ પશુ પોલીસને સાથે રાખી બચાવ કામગીરી કરવામાં આવી.

ચોટીલાના જીવદયા પ્રેમી હરેશભાઇ ચૌહાણ,હિરેન વ્યાસ,વાંકાનેર જીવદયા પ્રેમી દીપકભાઈ રાજગોર સહિતના ગૌપ્રેમીઓ એ મકરસંક્રાંતિ ના પર્વ ના બીજા દિવસે મળેલ બાતમીના આધારે ગઢેચી ગામેથી નીકળેલ.

વાહનમાં કતલખાને લઈ જવતા હોવાની બાતમી મળતા માલધારી સમાજના ભાઈઓના સહકાર થી ગઢેચી ગામના સરપંચ તેમજ ચોટીલા પોલીસ ટિમ ના સહયોગ થી 15 જેટલા અબોલ પશુઓને બચાવીને ચોટીલા પાંજરાપોળ ખાતે સહી સલામત રીતે મોકલવામાં આવ્યા હતા.