Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોડેલ ડે સ્કૂલ સણોસરામાં  12 જુલાઈના દિવસે માધવ વૃંદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાંડુરંગશાસ્ત્રી આઠવલે પ્રેરીત સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરાય છે. જેમાંની આ ઉજવણીના ભાગરૂપે સ્વાધ્યાય પરિવાર દ્વારા ભારત ભરમાં લાખો વ્રુક્ષોનું વાવેતર અને જતન કરે છે.

Img 20220715 Wa0000

આ કાર્યક્રમના અનુસંધાને મોડેલ ડે સ્કૂલ સણોસરા સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા મોડેલ ડે સ્કૂલ સણોસરાના ફટાકગણમાં અને દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે પાંચ-પાંચ વૃક્ષો વાવીને માધવ વૃંદ દિવસની ઉજવણી 2100 વૃક્ષો વાવીને  એનું જતન અને સાવર્ધન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રાર્થના અને નારાયણીપનિષદ બોલીને વિદ્યાર્થીએ ત્રિકાળ સંધ્યા મૌખિક કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના તમામ વિદ્યાર્થી અને શિક્ષણગણ જોડાયા હતા અને સારી જહેમત ઉઠાવી, તે બદલ મોડલ ડે સ્કૂલ સણોસરાના આચાર્યશ્રી ડો.મનોજભાઈ જી ચૌહાણે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.