ચોટીલા નગરપાલિકાએ શહેરના લોકોને દિવાળી ભેટ આપી 

ચોટીલા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોની સુખાકારી અને સુવિધા વધારવા વિકાસના કાર્યો નલ સે જલ યોજના તેમજ રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જેમા વોર્ડ નં – ૧ માં ઘાંચીવાડ, દલીત વાસ ,વોર્ડ નં-૨ માં ઉમિયાનગર,પંચનાથ નગર,શિવ શક્તિ સોસાયટી વિસ્તાર માં, વોર્ડ નં- ૩ માં અયોધ્યા ધામ સોસાયટી,ધારવાળા વિસ્તારમાં ,મલવાસ વિસ્તારમાં,પંચનાથ મહાદેવ મંદિરની પાછળના વિસ્તારોમાં પેવર બ્લોક તથા સી.સી. રોડ રૂ.10316040 ના ખર્ચે કુલ 31 રોડ તેમજ છ કરોડ વીસ લાખના ખર્ચે નલ સે જલ યોજના કુલ 70,516,040 ના ખર્ચે શાસ્ત્રોકત વિધિ તથા ભુદેવો દ્રારા મંત્રોર્ચ્ચાર સાથે ખાતમુર્હત કરવામા આવ્યુ .

નલ સે જલ યોજના દ્વારા ચોટીલા શહેરમાં વસતા લોકોને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે તેવું ચોટીલા નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઇ ખાચર જણાવ્યું હતું જ્યારે આ પ્રસંગે જીલ્લા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ન. પા પ્રમૂખ જયદીપભાઈ ખાચર, ભાજપ શહેર પ્રમૂખ શૈલેષભાઈ રાજવીર, જગદીશભાઈ પરમાર કારોબારી ચેરમેન, કમલેશભાઈ, વનરાજભાઈ,અજયભાઈ સાબડ, રવિભાઈ, અજીતભાઈ,લાલાભાઈ, ભરતભાઈ ઘાંઘળ, ભરતભાઈ સુરેલા,સજુભા,જુવાનસિંહ,જીતુભાઈ ચૌહાણ ઊપસ્થિત રહ્યા હતા.