ચોટીલા: વર્ષની પ્રથમ કાર્તિકી પુર્ણિમાએ મા ચામુંડાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટ્યું, જુઓ નજારો

વિક્રમસિંહ જાડેજા, ચોટીલા:

નૂતન વર્ષ 2078ના વર્ષની પ્રથમ પૂનમ હનવામાં આવતી કાર્તિકી પૂનમનું લોકોમાં મહત્વ અનેરું હોય છે. 2078ની પ્રથમ ગણવામાં આવતી કારતકી પૂનમ હોવાથી સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા તેમજ માતાજીના સંઘ સાથે અને વાહનો મારફત સૌરાષ્ટ્રના  યાત્રાધામોમાં દર્શન માટે જતા આવતા હોય છે. ત્યારે આજે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના દ્વારે અસંખ્ય લોકોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા છે.

ચોટીલા ખાતે માતાજીના રથ સાથે પગપાળા કરીને અસંખ્ય શ્રદ્ધાળુઓ મહેસાણા, અમદાવાદ, ભાવનગર સહિતના અનેક સ્થાઓએથી માતાજીના પાળે આવીને પોતાનું નતમસ્તક નમાવવા ઉમટી પડયા હતા. આવર્ષે ચામુંડા માતાજીના ડુંગર પરના દ્રશ્યો યાત્રિકો પોતાના મોબાઈલમાં ઉતારીને અથવા વિડીયો કોલ કરીને પોતાના પરિવારોને દર્શન કરાવી શકે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા અનુમતિ આપવામાં આવતા ભક્તજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકોએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યા

અબેમાંના ચરણોમાં આવેલ ભક્તજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ચોટીલા પોલીસ મથકમાં એક ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, પી.એસ.આઇ સહિત 50 જેટલા કર્મચારી તેમજ 100 જેટલા જી.આર.ડી. જવાનો ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે આવેલ યાત્રિકોની સુરક્ષા માટે ખડેપગે રહીને પોતાની ફરજ બજાવી છે.