Abtak Media Google News

લાખ ચોકીયા ગામેથી 3 લાખનો દારૂ બિયર, ધરમપુર નજીક કારમાંથી 180 બોટલ વિદેશી દારૂ અને ગોવિંદ પરા- આણંદપુર ગામની સીમમાંથી 252 બોટલ દારૂ મળી રૂ. 6 લાખનો મુદામાલ કબ્જે:  એકની ધરપકડઈ બે ફરાર

ચોટીલા  પંથકમાં  ત્રણ સ્થળે  વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ધરમપુર ગામના પાટીયા પાસેથી કારમાંથી 180 બોટલ દારૂ સાથે એક શખ્સની ગોવિંદપર આણંદપર ગામની સીમમાં 252 બોટલ દારૂ પકડાયો છે.જયારે લાખા ચોકીયા ગામેથી રૂ.2.40 લાખની કિંમતનો  દારૂ બીયરનો જથ્થો કબ્જે કરી નાશી છૂટેલા  બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી વિગત મુજબ ચોટીલાના  ગોવિંદપર આણંદપૂર ગામે રહેતો જેમા જીણા હદાણી નામનો શખ્સે પોતાની વાડીમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની  પીએસઆઈ વાય.એમ. ચુડાસમાને  મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી રૂ. 98100ની કિંમતનો 252 બોટલ દારૂ કબ્જે કરી નાશી છૂટેલા જેમા હદાણીની  શોધખોળ હાથ ધરી છે.

જયારે લાખ ચોકીયા ગામે રહેતા  અમરદિપભાઈ પ્રતાપભાઈ ખાચર નામના શખ્સે પોતાના મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની મળેલી બાતમીનાં આધારે  પીઆઈ જે.જે.જાડેજા અને   પીએસઆઈ એમ.કે. ગોસાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી  621 બોટલ દારૂ અને 210 બિયરના ટીન કબ્જે કરી નાશી છૂટેલા મકાન માલીકની શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત ધરમપૂર ગામના પાટીયા પાસે વાહન ચેકીંગ દરમિયાન જી.જે.14 એ.પી. 9500 નંબરની કારને અટકાવી  તલાશી લેતા રૂ. 67500ની કિંમતનો  180 બોટલ દારૂ સાથે ચોટીલાના કુંઢડા ગામનો ઉમેશ બાલા રાઠોડની ધરપકડ કરી દારૂ મોબાઈલ અને કાર મળી રૂ. 2.72 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.