Abtak Media Google News

ચોટીલા માં નેશનલ હાઇવે નંબર 8 પસાર થાય છે ત્યારે અકસ્માતો ના બનાવો પણ બનતા જતા હોય છે જેમાં નાની મોલડી પોલીસને રાજકોટ તરફ જતા હાઇવે પરથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પી.એમ.કરાવીને રાજકોટ કોલ્ડ સ્ટોરેન્જમાં મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી..

રાજકોટ તરફ જતા મોટી મોલડી બાયપાસ પર એક મધ્યમબાંધનો દાઢી કાળી તેમજ સફેદ વાળ ધરાવતો અને જમણા હાથના કાંડામાં વાગેલાનું નિશાન ધરાવતો રાખોડી કલરનું ટી શર્ટ,કાળા કલરનો કોટ અને મિલિટરી કલરનું પેન્ટ પહેરેલ ચાલીને જતો એક 35 થી 40 વર્ષીય પુરુષને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યાની જાણ નાની મોલડી પોલીસ ને થતા લાશને ચોટીલા રેફરલ હોસ્પિટલ પી.એમ.ખસેડાઇ હતી આ લાશને રાજકોટ કોલ્ડ સ્ટોરેન્જ માં મોકલી દેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સુત્રોને જણાવ્યું કે આ લાશનો કોઈને પતો અથવા તેના વિશે માહિતી મળે તો જિલ્લા ક્ધટ્રોલ રૂમ.02752 282452 અથવા નાની મોલડી પોલીસ મથક 02751 281340 તેમજ 82006 13595 નંબર પર જાણ કરવી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.