ચોટીલા: ખોડિયાર આશ્રમમાં વીજ વાયર પડતા હજારો મણ ઘાસચારો બળીને ખાક

આણંદપુર નજીકના આશ્રમમાં આગજનીના બનાવથી ભકતોમાં રોષ 

ચોટીલાના આણંદપુર રોડ નજીક ખોડીયાર આશ્રમમાં વીજ વાયર બળતા સેકળો મણ ઘાસ,ચારા બળીને ખાક થતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ચોટીલાનાં આણંદપુર રોડ નજીક આવેલ ખોપા ની જગ્યા તરીકે ઓળખાતા ખોડીયાર આશ્રમમાં અને ગૌશાળામાં ચોટીલા વીજ કચેરીનો વીજ વાયર અચાનક પડયો હતો.આ વીજ વાયર પડતા ખોડીયાર આશ્રમ અંદર મૂંગા પશુઓ માટે રાખેલ હજારો મણ ઘાસ,ચારો બળીને ખાક થઈ ગયો હતો. તેમ આ આશ્રમના મહંત દિગંબર જેરામગીરીએ જણાવ્યું હતું.ચોટીલાના વીજ કચેરીને આ જર્જરિત  વાયર અંગે વારંવાર ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં ચોટીલા વીજ કચેરીના નીંભર અને આળસુ તંત્રે આ વાયર બદલવાની કોઈ કામગીરી હાથધરી ન હતી. હજારો મણ કિંમતી ઘાસચારો બળીને ખાક થઈ જતા આશ્રમના ભક્તોમાં રોષ ફેલાયો છે.