ચોટીલા: ખાનગી હોસ્પિટલમાં બે શખ્સોનો આતંક, તબીબને દીધી ધમકી

હોસ્પિટલ ચાલુ રાખવી છે કે નહિ? તેમ કહી મેડિકલ સંચાલક સાથે કરી તકરાર

ચોટીલા હાઇવે પર માતાની સારવાર માટે આવેલા શખ્સે મિત્ર સાથે મળી ધમાલ મચાવી હતી. સારવાર બાદ દવા પાછી આપવા આવેલા બન્ને શખ્સોએ હોસ્પિટલના ડોકટર અને મેડીકલ સ્ટોરના સંચાલકને અપશબ્દો કહી જાનથી મારવાની ધમકી આપ્યાની ફરીયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઇ છે.

ચોટીલાના પીયાવા ગામે રહેતા જગશી હકાભાઇ જોગરાજયા હાઇવે પર ડો. મેરુની આદેશ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે. તા.રજીએ રાત્રે ચોટીલાના મેનુબેન મેરુભાઇ સાબંડની તબિયત સારી ન હોવાથી તેમના પુત્ર ઇશુ મેરુભાઇ સારવાર માટે આવ્યા હતા. જેમાં ડોકટરે લખી આપેલ પ્રિસ્કીપ્શન મુજબ રૂ. 300 ની દવા આપી હતી. જેમાં મેનુબેનને બાટલો ચડાવ્યા બાદ તેઓ ઘરે જતા રહ્યા હતા. જયારે તા.3જીએ સવારના સમયે ઇશુ મેરુભાઇ અને તેનો મિત્ર ધવલ રબારી હોસ્5િટલ આવ્યા હતા અને દવા પાછી આપ પૈસાની માગણી કરી હતી.

જેમાં મેડીકલ સ્ટોરના જગશીભાઇએ રૂ. 100 પાછા આપ્યા હતા. જેમાં બાટલો ચડાવ્યો તના રૂ. ર00 થયા તેમ કહેતા બન્ને શખ્સોએ જઇને ઝપાઝપી કરી જગશીભાઇને તથા ડો. મેરુને તમારે હોસ્પિટલ ચાલુર ાખવાની છે કે નહી તમારે અમારી પાસેથી ચાર્જ લેવો નહી. નહીંતર હોસ્પિટલ બંધ કરાવી નાખીશ તેમ કહી જગશીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જગશીભાઇએ ઇશુ મેરુભાઇ સાબંડ અને ધવલ રામશીભાઇ રબારી સામે ચોટીલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.