Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ૩૫ સહિત ૫૬૬ ગામોમાં કાલથી રાહતદરે ઘાસ વિતરણ કરાશે

રાજ્ય સરકાર દ્વારા અછતની પરિસ્થીતિતને પહોંચી વળવા ઘાસચારો, પાણી સહિતની પૂરતી વ્યવસ કરવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનર મનીષ ભારદ્વાજના જણાવ્યા મુજબ અછતની પરિસ્િિત સંદર્ભે મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સરકારે કેબિનેટની સબ કમિટિની રચના કરી છે તે સમિતિની બેઠક નિયમિત મળતી રહે છે. સરકાર પાસે ૪ કરોડ અને ૧૨ લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે. જરૂરીયાતની દૃષ્ટિએ તે પૂરતો જથ્ો છે.

બુધવારી અસરગ્રસ્ત વિસ્તારોમાં બે રૂપિયે કિલો ઘાસનું વિતરણ શે. ચોટીલાના ૬ અને વિંછિયા તાલુકાના ૧૨ ગામોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યાં ઘાસ ઉપરાંત વિશેષ મળવાપાત્ર સહાય અપાશે.

કચ્છ જિલ્લાના ૩૬૪ ગામો, બોટાદ જિલ્લાના ૨૮ ગામો, સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩૯ ગામો અને રાજકોટ જિલ્લાના ૩૫ ગામો સહિત કુલ ૫૬૬ ગામોને રાહત દરે ઘાસ પૂરું પાડવામાં આવશે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના ૭૦ ગામોમાં પીવાના પાણી માટે ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. વખતો વખતની સમીક્ષાના અંતે અછતવાળા વિસ્તારોમાં જરૂરી તમામ વ્યવસ કરવા સરકાર તત્પર છે.

ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસું નજીક આવી રહ્યુ છે. સંભવિત પૂર સહિતની પરિસ્િિતને ધ્યાને રાખીને ડીઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય તંત્ર વગેરેને સાબદા કરવામાં આવ્યા છે. જિલ્લાવાર ફલડ એકશન પ્લાન બનાવવા સહિતની રાબેતા મુજબની તૈયારી શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.