Abtak Media Google News

કોરોનાના કટોકટીના સમયમાં ક્રાઇસ્ટ હોસ્૫િટલ સૌ પ્રથમ પ્રાઇવેટ ડેઝિગનેટેડ કોરોના હોસ્પિટલ તરીકે જાહેર થયેલી: કોરોના દર્દીઓની સારવારમાં નિષ્ણાંત ડોકટર તથા મેેનેજમેન્ટ ટીમનું અનેરૂ યોગદાન

જયારે રાજકોટ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાણો હતો ત્યારે ક્રાઇસ્ટ હોસ્પિટલએ સૌથી પ્રથમ પગલું લઇ કોરોનાના દર્દીની સારવાર માટે ૫૦ બેડ ફાળવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સંવેદનશીલ નિર્ણય મુજબ રાજકોટના કલેકટર રેમ્યા મોહન તેમજ એડિશનલ કલેકટર જયેશ પટેલના સતત માર્ગદર્શન તેમજ કલેકટર તથા જિલ્લા હેલ્થ કચેરીના સંપૂર્ણ સમર્થન સાથે ક્રાઇસ્ટ હોસ્પિટલના ડિરેકટર ફાધર જોમોન થોમનના તથા ક્રાઇસ્ટ હોસ્પિટલની અડમિનિસ્ટે્રટિવ ટીમ તથા ડોકટરની ટીમ દ્વારા સરકાર સાથે ૨ મહિનાનું સરકાર દ્વારા નકકી થયેલા ચાર્જ પર કોરોનાના દર્દીની સારવાર માટે એમઓયુ કરાયુ હતું. ત્યારેથી લઇને આજ રોજ સુધી ક્રાઇસ્ટ હોસ્પિટલ અને કલેકટર કચેરીના સફળ તાલમેલથી ઘણા દર્દીઓએ વિના મૂલ્યે આ સેવાનો લાભ લીધેલો છે. અને દર્દીને નવું જીવન પણ મળ્યું છે.

ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાની સંપૂર્ણ સારવાર હોસ્પિટલના ક્રિટીકેલ કેર નિષ્ણાંત ડોકટર તેમજ ચૌધરી તેમજ ડોકજ્ઞર વિરૂત પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. બાળકોના નિષ્ણાંત ડોકટર મનીષા ધોણીયા પણ આ ટીમના ભાગ રૂપે ફરજ બજાવતા હતા. ક્રાઇસ્ટ હોસ્પિટલના આ નિષ્ણાત ડોકટરોના મુજબ છેલ્લા ૨ મહિનાથી મેડિકલ ઓફિસર્સ, નર્સિગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ સતત દર્દીની ખાસ કાળજી લેવામાં ઉભા પગે રહ્યા છે.

ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ઘણા બધા કોરોના સસ્પેકટ તેમજ કોરોના પોઝિટીવ દર્દી દાખલ થયા હતા. પેઝિટીવ દર્દીઓએ હોસ્પિટલની સારવાર તેમજ સગવડતાના ભરપૂર વખાણ કર્યા છે. થોડા દર્દીઓના અભિપ્રાય અભિપ્રાય અહીં દર્શાવેલ છે.

અમદાવાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા જાનકી પટેલ જણાવે છે કે હું ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ થઇ હતી. પેહલા દિવસથી જ મને ખુબ જ સરસ હવા ઉજાસ વાળા તથા આધુનિક સુવિધા વાળા રૂમમાં સારવાર આપવામાં આવી હતી. ડોકટર તેમજ સ્ટાફ દ્વારા તમામ જરૂરિયાત પુરી પાડવામાં આવી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલ મારા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ ઉપરાંત પ્રવિણભાઇ ભૂત, પ્રસન્ના વણઝાા, વાસંતીબેન સંઘાણી, તેમજ તેમજ તેજપાલ તોમરે ક્રાઇસ્ટ હોસ્પિટલનો આભાર માન્યો હતો.

ક્રાઇસ્ટ હોસ્પિટલના ડાયરેકટર ફાધર-જોમોન થોમાંનાનું કોરોનામાં ખુબજ મહતવ પૂર્ણ યોગદાન રહ્યું હતું અને તેમને આગળ રહી તમામને હિમ્મત આપી એક આદર્શ ટીમ લીડરનું ઉદાહરણ આપ્યું છે અને જણાવ્યું છે કે ભવિષ્યમાં અન્ય કોઇ પણ મેડિકલ સર્વિસીસ માટે ક્રાઇસ્ટ હોસ્પિટલ પર હંમેશા નિર્ભર રહી શકો છો અને લોકોને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવાએ એકમાત્ર હોસ્પિટલનો નિર્દેશ છે. ક્રાઇસ્ટ હોસ્પિટલ ખાતે તા.૨૯-૬-૨૦ના રોજ સરકારના એમઓયુ હેઠળ દાખલ કરેલ કોવીડના દર્દી તેજપાલભાઇ તોમરને રજા આપતા ક્રાઇસ્ટ હોસ્પિટલ હાલ કોરોના ફ્રી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.