Abtak Media Google News

બોલેરો, ટેન્કર અને દારૂ-બિયરના જથ્થો મળી રૂ. 24.85 લાખનો મુદામાલ કબ્જે કરતી એલ.સી.બી.

સાયલાના બુટલેગર, પાયલોટીંગ કરતુ વાહનના ચાલક અને ટેન્કરના  ડ્રાઈવર સહિત ત્રણની શોધખોળ

રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર મોરવાડ ગામ નજીક  બાજા રાયસંગ પેંડાવાળા હોટલ પાસેથી  વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે  વિદેશી દારૂ ભરેલુ ટેન્કર અને પાયલોટીંગ કરતુ ઝડપી પાડયું છે. જેમાં રૂ.10.85 લાખની કિંમતનો  દારૂ બીયરનો  જથ્થો બે વાહન મળી રૂ. 24.85  લાખનો મુદામાલ કબ્જે કરી  દારૂ મંગાવનાર સાયલા પંથકના  બે બુટલેગર સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરો પ્રેરવી કરી રહ્યાની સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાતને ધ્યાને આવતા દારૂ બંધીનો  કડક અમલ કરવા આપેલી  સુચનાને પગલે  એલ.સી.બી.ના પી.આઈ.  વી.વી. ત્રિવેદી સહિતના સ્ટાફે ઝાલાવડમાં પ્રવેશતા માર્ગો પર કડક હાથે ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.સાયલાના સાંગોઈ ગામે રહેતો રામકુ  ઉર્ફે લાલો શાંતુભાઈ  કાઠી નામના વિદેશી દારૂનો જથ્થો જી.જે.12 એ ઝેડ 6143 નંબરના ટેન્કરમાં  વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યાની અને જી.જે.13 એ ડબલ્યું  5860 નંબરની  બોલેરો  પાઈલોટીંગ કરી રહીને સાયલા તરફ આવી રહ્યાની  મળેલી બાતમીનાં આધારે સ્ટાફ લીંબડી નજીક બાજ રાયસંગ  પેંડાવાળા હોટલની સામે વોંચ ગોઠવી હતી.

પોલીસને જોઈ ટેન્કર અને બોલેરો ચાલક થોડે દૂર વાહન રેઢા મૂકી નાશી છૂટયા હતા. પોલીસે ટેન્કરની તલાશી લેતા રૂ. 10.80 લાખની કિમંતનો  1930 બોટલ દારૂ અને  3571 બીયરના ટીન મળી આવતા પોલીસે બે વાહન અને દારૂ બીયર મળી રૂ. 24.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. નાશી છૂટેલા સાયલાના બૂટલેગર, બોલેરોના ચાલક અને ટેન્કરના ચાલક સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.