Abtak Media Google News

150 ઉપરાંત  શણગારેલી કાર, ટ્રક, ટ્રેકટર, 51 બુલેટ તેમજ 350 બાઈક સાથે ડીજેના સથવારે વેશભુષાથી શોભાયાત્રાનું  આકર્ષણ બનશે

ચુંવાળીયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ  રાજકોટ દ્વારા આયોજીત સંતશ્રી વેલનાય જન્મ જયંતિ ઉત્સવની મધ્ય શોભાયાત્રાનું આયોજન આગામી તા .  1. 7.  ને શુક્રવારન રોજ આયોજન કરવામાં આવેલ છે . જેનો રૂટ કિશાનપરા ચોક થી પ્રસ્થાન થઈ પેડક રોજ આટલ બિહારી બાઈજપાઈ હોલ પુર્ણ થશે .

આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે સમિતી તથા આગેવાનો દ્વારા તડામાર તૈયારી છેલ્લા દોઢ મહિનાથી રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમા સભાઓ તથા અમંત્રણરથનુ આયોજન કરેલ હતુ અબતક સાથેની શુભેચ્છા મુલાકાતે દિપકભાઈ માનસુરીયાએ જણાવ્યું હતુ કે આ શાભાયાત્રામા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક લાટસ , 150 ઉપરાંત શણગારેલી કાર , ટ્રક , ટ્રેકટર , 51 બુલેટ તેમજ 350 ઉપરાંત બાઈક સાથે ડીજેના  સથવારે સમાજના નામાંકિત ગાયક કલાકારો દ્વારા ફ્લોટસમાં ભજનો , મહિલા મંડળો દ્વારા ઘુન  ભજન , સંતશ્રી વેલનાય મંડળો ની રાસમંડળી , વિવિધ પ્રકારની વેશભુષા થી આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ શોભાયાત્રામા દરેક સમાજના આગેવાના દ્વારા રાજકોટના રાજમાર્ગો પર ડોમ બનાવીને આ ભવ્ય શોભયાત્રાનું સ્વાગત કરશે . આ શોભાષાત્રામાં મુખ્ય ફ્લોટસમાં આગેવાનો દ્વારા સાકર , પતાસા , ચોકલેટ , અને સંગદાણાનો પ્રસાદ વિતરણ થશે તથા શોભાયાત્રાના રૂટપર સરબત , લિંબુપાણી , છાસ પાણી અને શોભાયાત્રની પુર્ણાહુતી અટલબિહારી બાજપઈ હોલ પાસે પ્રસાદ નુ આયોજન સમિતી દ્વારા રાખવામા આવેલ છે.

આ શોભાયાત્રામા સમાજના સંત  રામદાસબાપુ , સંત સાયનાથ બાપુ , ભગત મનુભાઈ ઘણોજા , ભગત  વાઘજીભાઈ સિતાપરા , સંત  નિર્મળદાસજી સ્વામી પધારશે સાથે સાથે રાજદ્વારી મહાનુભાવો ડો.  મહેન્દ્ર મુજપરા  ,   ઘર્મેશભાઈ જંજવાડીયા જગદિશભાઈ ઠાકોર ,પરસોતમભાઈ સાબરીયા , બાબુભાઈ ઉઘરેજા, નયનાબેન બી . બાળોન્દ્રા , કંકુબેન ઉઘરેજા, દિનેશભાઈ મકવાણા ,  વિરજીભાઈ સનુરા ,  દેવજીભાઈ ફતેપરા ,  કુંવરજીભાઈ બાળવીયા, વગેરે અનેકવિધ મહાનુભાવો શોભાયાત્રામાં જોડાશે

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાન ઓ , બોર્ડીંગના આજીવન સભ્યઓ , સમાજ શ્રેષ્ઠીઓ , દાતાઓ , સંત વેલનાથ સમુહ લગ્ન સમીતીના હોદેદારો , સંત વેલનાથ જન્મ જયંતિ ઉત્સવના હોદેદારો , સંત વેલનાથ યુવક મંડળો , મહિલા મંડળો ને સંત વેલનાય જન્મ જયંતિ સમિતિના પ્રમુખદેવભાઈ કોરડીયા , મહામંત્રી દિપકભાઈ માનસુરીયા , ખજાનચી  પ્રતાપભાઈ રિબડીયા , ઈન્ચાર્જ  દેવાંગભાઈ કુકાવા દ્વારા સર્વે જ્ઞાતીજનો તથા થર્મપ્રેમી જનતા ને બહોળી સંખ્યામાં પઘારવા માટે સંત વેલનાથ જયંતિ ઉત્સવ સમિતી આહવાન કરવામાં માટેની સુભાષભાઈ અઘેલાની યાદી જણાવે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.