- ઓસ્ટ્રેલિયા બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન જીતે તેવા સંજોગો
- નાના સ્કોરમાં પણ નાની લીડ મોટી જીત નક્કી કરશે:બોલરોએ પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું , કુલ 14 વિકેટ પડી: ઓસ્ટ્રેલિયાના બોલરોની ગર્જના દેખાઈ અને આફ્રિકાના બેટરો સંઘર્ષ કરતા જોવા મળ્યા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલના પહેલા દિવસે રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા છે. મેચના હાલ જોતા તો લાગે છે કે ઓસ્ટ્રેલિયા બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન જીતે તેવા સંજોગો ઉભા થયા છે. લોર્ડ્સ ખાતે પઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગનો 212 રનનો સ્કોર પણ મોટો સાબિત થઇ શકે તેમ છે. દક્ષિણ આફ્રિકા બોલિંગમાં ગર્જના કરતું હતું, પરંતુ જ્યારે બેટિંગ કરવાનો વારો આવ્યો ત્યારે તેઓ પણ સંઘર્ષ કરી રહ્યા હતા. આફ્રિકાની સ્થિતિ ઓસ્ટ્રેલિયા કરતા પણ ખરાબ હતી.દક્ષિણ આફ્રિકા હજુ પણ પ્રથમ ઇનિંગમાં 169 રન પાછળ છે. બોલરોએ પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતું, જ્યાં કુલ 14 વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોની ગર્જના દેખાઈ અને આફ્રિકાના બેટરો સંઘર્ષ કરતા જોવા મળ્યા. હાલ તો લાગી રહ્યું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચોથા દિવસનો સૂરજ નહિ જોવે. ટોસ જીત્યા બાદ, દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. કાગીસો રબાડા અને માર્કો જેન્સને કાંગારૂ ટીમ પર ભારે તબાહી મચાવી હતી, પરંતુ સ્ટીવ સ્મિથ અને બ્યુ વેબસ્ટરે ઓસ્ટ્રેલિયાને 200 રનથી વધુ રનમાં લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ટ્રેવિસ હેડથી માર્નસ લાબુશેન સુધીના ઘણા મોટા ખેલાડીઓ ફ્લોપ ગયા અને ઉસ્માન ખ્વાજા ખાતું પણ ખોલી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાએ ફક્ત 20 રનમાં જ પોતાની છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી. દક્ષિણ આફ્રિકા તરફથી, રબાડાએ 5 વિકેટ અને જેન્સને એક વિકેટ લીધી.આફ્રિકાની સ્થિતિ ઓસ્ટ્રેલિયા કરતા પણ ખરાબ હતી. એડન માર્કરમ ખાતું ખોલ્યા વિના પહેલી ઓવરમાં આઉટ થઈ ગયો. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાના 6 ખેલાડીઓ બેટિંગ કરવા આવ્યા છે, જેમાંથી ફક્ત રાયન રિકેલ્ટન જ રનના સંદર્ભમાં બે આંકડાનો આંકડો પાર કરી શક્યો છે. રિકેલ્ટન 16 રન બનાવીને આઉટ થયો.વિઆન મુલ્ડર 6 રન બનાવીને આઉટ થયો અને ટ્રિસ્ટન સ્ટબ્સ માત્ર 2 રન બનાવીને આઉટ થયો. ટેમ્બા બાવુમાએ અત્યાર સુધી 3 રન બનાવી લીધા છે, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયન બોલરોનો મજબૂત ખડકની જેમ સામનો કર્યો. બાવુમા હાલમાં 37 બોલમાં ફક્ત 3 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ બેડિંગહામ 8 રન બનાવીને તેની સાથે રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી, મિશેલ સ્ટાર્કે 2 વિકેટ લીધી છે, જ્યારે જોશ હેઝલવુડ અને પેટ કમિન્સે એક-એક વિકેટ લીધી છે.
સ્ટીવ સ્મિથે લોર્ડ્સ મેદાન પર બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઠઝઈ ફાઇનલના પહેલા દિવસે, જ્યારે ઓસ્ટ્રેલિયાની વિકેટ દક્ષિણ આફ્રિકા સામે એક છેડેથી પડી રહી હતી, ત્યારે સ્ટીવ સ્મિથ બીજા છેડે મજબૂત રીતે ઉભો હતો. જમણા હાથના બેટ્સમેન સ્મિથે બીજા સત્રમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે ઇનિંગની 33મી ઓવરમાં ફાસ્ટ બોલર કાગીસો રબાડાના બોલ પર ફોર ફટકારીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 42મી અડધી સદી પૂર્ણ કરી. આ સ્ટાર બેટ્સમેને પોતાનો 51મો રન પૂર્ણ કરતાની સાથે જ આ ગ્રાઉન્ડ પર 99 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને નવો ઇતિહાસ રચ્યો. સ્મિથની રેકોર્ડ ઇનિંગના આધારે, ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 200નો આંકડો પાર કર્યો. ઓસ્ટ્રેલિયાને સાતમી ઓવરમાં બે મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજા છેડે સ્મિથ મક્કમ રહ્યો.સ્ટીવ સ્મિથે 112 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. સ્મિથ લોર્ડ્સમાં ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી બેટ્સમેન બન્યો છે. તેણે પોતાના જ દેશના ભૂતપૂર્વ ખેલાડી વોરેન બાર્ડસ્લેનો રેકોર્ડ તોડ્યો. ઓસ્ટ્રેલિયન ખેલાડી વોરેન બાર્ડસ્લેએ 1909 થી 1926 દરમિયાન લોર્ડ્સમાં 5 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 575 રન બનાવ્યા હતા. પરંતુ હવે સ્મિથે વોરેનનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે સ્મિથે લોર્ડ્સમાં 591 રન બનાવ્યા છે. તેમણે આ સ્થળે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
લોર્ડ્સનો 145 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: બંને ટીમના પ્રથમ બેટ્સમેન શૂન્ય રન પર આઉટ થયા વર્લ્ડ રેકોર્ડ
ચેમ્પિયનશિપના ફાઇનલના પહેલા દિવસે રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા છે. જો કે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડમાં 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેય ન જોવા મળેલી વિચિત્ર ઘટના પણ બની. ઇંગ્લેન્ડની ધરતી પર 561 ટેસ્ટમાં પહેલી વાર એવું બન્યું કે બંને ટીમોના નંબર 1 બેટ્સમેન પ્રથમ ઇનિંગમાં શૂન્ય રનમાં આઉટ થયા. ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા અને દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામના નામે આ નવો રેકોર્ડ નોંધાયો છે. રબાડાએ 15.4 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેનાથી દક્ષિણ આફ્રિકાને ફાયદો થયો અને ઇતિહાસમાં પોતાનું સ્થાન પણ વધ્યું. 30 વર્ષીય રબાડાએ એલન ડોનાલ્ડના 330 ટેસ્ટ વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો, 71 મેચમાં 332 વિકેટ મેળવીને આ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાનો ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
જય શાહે WTC ફાઇનલની જાહેરાત કરવા માટે લોર્ડ્સમાં ઘંટડી વગાડી
WTC ફાઇનલ 2025 ની મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે, ઈંઈઈ ચેરમેન જય શાહે રમત શરૂ થયા પહેલા ઘંટડી વગાડી. હવે બધા ક્રિકેટ ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે અહીં ઘંટ વગાડ્યા પછી જ દિવસની શરૂઆત કેમ થઈ અને ઐતિહાસિક મેદાન પર જય શાહને આવું કરવાની તક કેમ મળી?ખરેખર, લોર્ડ્સના ક્રિકેટ મેદાન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, પ્રશાસક અથવા રમતના જાણીતા વ્યક્તિ દ્વારા ટેસ્ટ મેચના પાંચ મિનિટ પહેલા ઘંટ વગાડવાની પરંપરા છે. લોર્ડ્સના પેવેલિયનના બોલર્સ બારની બહાર સ્થિત આ ઘંટડી એ દર્શાવવા માટે વગાડવામાં આવે છે કે મેચ હવે શરૂ થવાની છે અને ટેસ્ટ મેચની સવારે તેને વગાડવા માટે આમંત્રણ મળવું એ એક મહાન સન્માન બની ગયું છે.