શહેરોતો ઠીક હવે ગામડાઓમાં પણ અગ્નિદાહ માટે વેઈટીંગ

0
47

શાપર વેરાવળમાં  છેલ્લા 10 દિવસમાં  45 થી વધુ મૃતદેહને અગ્નિદાહ અપાયું 

કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ઞામે મુકિત ધામ માં અગ્નિદાહ દેવા વેઇટિંગ કરવું પડે છે છેલ્લા 10 દિવસ માં 45 થી વધુ બોડી ને અહીંયા ના મુક્તિધામ માં અગ્નિદાહ અપાયો તેવું સૂત્રો જણાવે છે.   હાલ કોરોના ની મહામારી ના કારણે લોકો માંદગી ના ખાટલે સપડાઈ રહ્યા છે ત્યારે

શાપર વેરાવળમાં એક બાજુ ધરે ધરે માંદગી ના ખાટલા છે અને બીજીબાજુ જોઈએ તો શાપર-વેરાવળ ના સરકારી પ્રાઇવેટ સહીત ના દવાખાનાઓ દરરોજ દર્દીઓ થી ઉભરાય રહેતા હોય છે. દવાખાનાઓમાં પણ  લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી ત્યારે હાલ શાપર વેરાવળ  માં પણ સ્વૈચ્છિત લોકડાઉન જાહેર કરાયું છે બપોરે 2 થી સવાર ના 6 વાગય સુધી દુકાનો બંધ રખાય છે. ત્યારે વેપારીઓ તેમજ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન તેમજ શાપર વેરાવળ ગ્રામ  પંચાયતો દ્વારા કોરોના નું સન્ક્ર્મણ રોકવા જબબર પ્રયાસ થઇ રહ્યો છે સ્વછીક રીતે લોકડાઉન જાહેર કરાયું છે તયારે શાપર-વેરાવળ ના તમામ વેપારીઓ તેમજ લોકોએ સાથ સહકાર પુરો આપવો તેમજ ત્યારે કોઈ વ્યક્તિ નિયમો નો ભંઞ કરશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે બોપરે 2 થી સવાર ના 6 વાગ્યા  સુધીનું લોકડાઉન જાહેર કરવા માં આવેલ છે. ત્યારે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન અને વેપારી મંડળ પોલીસ સ્ટેશન સહીત ના શાપર-વેરાવળ વાસીઓ ને અપીલ  કરતા જણાવ્યું છે. કે લોકો એ જરૂરી કામ કાજ  સિવાય બહાર ના નીકળવું માસ્ક ફરજીયાત પહેરવું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here