Abtak Media Google News

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ૧૦ હજારમાં લાભાર્થીને વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે તેમના હસ્તે ચેક એનાયત: દર ૧ મિનિટે ૩ લોન મંજુર થઈ, આ એક રેકોર્ડ બનશે: જયોતિન્દ્ર મહેતા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ હતો. આ પ્રસંગે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત’ સહાય યોજનાના ૧૦ હજારમા લાભાર્થી પૈકી પાંચ ખાતેદારને તેમના હસ્તે ગાંધીનગર ખાતે ચેક એનાયત કરી વધુ યાદગાર બનાવેલ હતો.

વિજયભાઇ રૂપાણીએ જન્મદિવસની શુભકામના બદલ આભાર વ્યક્ત કરી, ખુશી સાથે જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંકે ફરી એકવાર નાના માણસની મોટી બેંક સાબિત ર્ક્યું છે. સાચા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્વ, સહકાર ભારતીના સુત્ર વિના સહકાર નહિ ઉદ્ધાર અને નાગરિક બેંકનું સુત્ર છે, નાના માણસની મોટી બેંક, આ બંનેને બેંકે ચરિતાર્થ ર્ક્યું છે. કોરોના લોકડાઉન દરમ્યાન અમુક રાજ્યોએ નાના માણસો-વેપારીઓને રૂા. ૫ હજારની સહાય આપી. આ રકમથી તેઓ ફરીથી વ્યવસાય ન કરી શકે. આ રકમ ખૂબ જ નાની કહેવાય. ૫ હજાર રૂપિયામાં વાસ્તવમાં માણસ બેઠો થાય ?. સહકારી આગેવાનો સાથે વિચાર કરી લાખ રૂપિયા નાના માણસના હાથમાં આવે તેવી યોજનાની વાત કરી. ગુજરાતનો નાના માણસ મફતનું લેવા માંગતો નથી. જો તેમને ૧ લાખની લોન મળે અને તેમાં પણ જો વ્યાજમાં સબસીડી મળે તો તેને ઉપયોગી બની રહે છે. ગુજરાતનાં નાના લોકો ભલે આપણે આ શબ્દ આર્થિક રીતે વાપરીએ છીએ પરંતુ તેઓ હાથ લાંબો કરવાવાળા નથી. ઇમાનદાર છે. બેંકો ૮ ટકામાં ધિરાણ આપવા સહમત થઇ તેમાં પણ રાજ્ય સરકારે ૬ ટકાની વ્યાજ સબસીડી આપવાનું નક્કી થયું. ફક્ત ૨ ટકા વાર્ષિક વ્યાજે લોન થઇ. રાજકોટ નાગરિક સહકારી બેંકે હિંમતી કાર્ય કરી, અરવિંદભાઇ મણીઆરનું સ્વપ્ન હતું કે નાના માણસની મોટી બેંક બને તે સાર્થક થયું. આજે ૧૦૦ કરોડનું ધિરાણ ર્ક્યું. હજુ પણ આગળ વધતાં ૫૦૦ કરોડનું ધિરાણ કરો તેવી શુભકામના પાઠવું છું.

કોરોના મહામારીના સમયમાં લોકડાઉન દરમ્યાન બંધ રહેલા વેપાર-ધંધાને સહાયરૂપ બનવા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહકારી આગેવાનો સાથે વિચાર-વિમર્શ કરી, ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ અમલમાં મુકી. આ યોજનાને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા અગ્રસર રહી ૧૦ હજાર લાભાર્થીને ધિરાણ આપી રૂા. ૧૦૦ કરોડનું ધિરાણ ર્ક્યું છે. આ ખુશીના પ્રસંગે ૧૦ હજારમાં લાભાર્થીને ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણીએ ચેક એનાયત કરી ખુશી વ્યક્ત કરી હતી. સાથો સાથ ડીજીટલ માધ્યમથી વિવિધ સ્થળે જોડાયેલા સહુ સહકારી કાર્યકર્તાઓ સાથે પ્રાસંગિક વાત કરી હતી.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના પ્રણેતા-માર્ગદર્શક અને સહકારી આગેવાન જ્યોતીન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે ‘તા. ૮ જુનથી શરૂ થયેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં આજ સુધીમાં ગુજરાતની સહકારી બેંકો અને સહકારી મંડળીઓએ મળીને ૫૬,૨૦૧ લાભાર્થીને રૂા. ૫૯૫ કરોડનું ધિરાણ મંજુર ર્ક્યું છે. ૪૨ કાર્યકારી દિવસોમાં આ લોન પાસ થયેલી છે. ગણતરી મુજબ જોઇએ તો દર ૧ મિનીટે ૩ લોન મંજુર થઇ છે. જે ગુજરાત અને ભારતમાં આ એક રેકોર્ડ થયો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે એક-એક વ્યક્તિ આગળ વધે તેવી ચિંતા સાથે લોન આપી છે.

નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘૨૨ જુુલાઇએ અમોએ આત્મનિર્ભર યોજનાની ૭ હજાર લોન મંજુર કરી હતી. ત્યારે વિચાર કરેલ કે ૧૦ હજાર લોન મંજુર થાય અને તેમાં વિજયભાઇ રૂપાણી જોડાય તો આનંદ થાય. થોડી વાતચીત કરી. તુરત જ ૨ ઓગષ્ટે, વિજયભાઇ રૂપાણીના જન્મદિવસે જ આ કાર્યક્રમ કરવાનું નક્કી ર્ક્યું. થોડો જ દિવસો, વચ્ચે જાહેર રજાઓ હોવા છતાં દરેકે આગ જહેમત, મોડી રાત સુધી કામ કરી, ૧૦ હજાર લોન અને રૂા. ૧૦૦ કરોડના ધિરાણનો લક્ષ્યાંક મેળવ્યો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે ફક્ત ૪૦ વર્કીંગ દિવસોમાં ૧૧૬.૯૫ કરોડનું ધિરાણ ર્ક્યું છે. આ પણ એક રેકોર્ડ છે.

ડીજીટલ માધ્યમથી યોજાયેલ આ પ્રોગ્રામમાં વિવિધ સ્થળેથી ઇશ્ર્વરભાઇ પટેલ (સહકાર મંત્રી-ગુજરાત), જ્યોતિન્દ્રભાઇ મહેતા (અધ્યક્ષ-ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન),  બેંક પરિવારમાંથી નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઇ શિંગાળા (ડિરેકટર), શૈલેષભાઇ ઠાકર (ડિરેકટર), દિપકભાઇ મકવાણા (ડિરેકટર), પ્રદિપભાઇ જૈન (ડિરેકટર), બાવનજીભાઇ મેતલિયા (ડિરેકટર), વિનોદકુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), અજયભાઇ પટેલ (ચેરમેન-ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક), કાંતિભાઇ પટેલ (પ્રદેશ અધ્યક્ષ-સહકાર ભારતી-ગુજરાત), મનીશભાઇ ભારદ્વાજ (સચિવ-કૃષિ અને સહકાર વિભાગ), દેસાઇ સાહેબ (ગુજરાતની સહકારી મંડળીના રજીસ્ટ્રાર), બેંક પરિવારમાંથી યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), કિર્તીકુમાર ઉપાધ્યાય (ડી.જી.એમ.), મનીશભાઇ શેઠ (એ.જી.એમ.), દિલીપભાઇ ત્રિવેદી (ક્ધવીનર-ભૂજ શાખા વિકાસ સમિતિ), એચ. એન. ભટ્ટ (પૂર્વ જનરલ મેનેજર), ટી. સી. વ્યાસ (એ.જી.એમ.-એચ.આર.), તેજસભાઇ વ્યાસ (સી.એમ.), ખુમેશભાઇ ગોસાઇ (સી.એમ.), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રિલેશન અધિકારી), જાગૃત કર્મચારી મંડળમાંથી વિપુલભાઇ દવે (પ્રમુખ), પંકજભાઇ જાની (ઉપપ્રમુખ), મનસુખભાઇ ગજેરા, ઇમ્તીયાઝભાઇ ખોખર, કાંતિલાલભાઇ ઠુંમર, રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ મંડળીમાંથી ભીમજીભાઇ ખૂંટ, ભાવેશભાઇ રાજદેવ, નલિનભાઇ જોષી, નિલેશભાઇ શાહ ઉપરાંત ઉમેદભાઇ જાની અને બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો જોડાયા હતા.

કાર્યક્રમનાં શુભારંભે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં થયેલ કામગીરીની ડોક્યુમેન્ટ્રી દર્શાવાયેલ. કાર્યક્રમનાં શુભારંભે સહુ પરિવારજનોએ વિજયભાઇ રૂપાણીને જન્મદિને હાર્દિક શુભકામના પાઠવી હતી અને સાથો સાથ પુસ્તક અને ફુડ બાસ્કેટ ભેટમાં આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન રજનીકાંત રાયચુરાએ અને આભારદર્શન વિનોદકુમાર શર્માએ ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.