- “આવતી કાલ” વધુ સુરક્ષિત બનાવવા તંત્રની પહેલ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતી કાલને વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક સમુદાય બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના નાગરિકો માટે સિવિલ ડીફેન્સ હેઠળ વોલેન્ટિયર તરીકે જોડાવાની તક આપી રહ્યું છે. આપત્તિ વ્યવસ્થાપન અને આકસ્મિક ઘટના માટે તૈયારી રાખવાના આશયને ધ્યાનમાં રાખીને આપત્તિના સમયે રાષ્ટ્રની સેવા કરવા માટે ઉત્સાહી લોકો સ્વયંસેવક તરીકે સેવા આપી શકે છે.રાજકોટ જિલ્લાના 18 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા અને ધોરણ-4 પાસ હોય તેવા તમામ નાગરિકો જોડાઈ શકશે આ માટે કોલેજમાં 02 દિવસમાં નિયત અરજી ફોર્મ સાથે નોંધણી કરાવવાની રહેશે. સ્વયંસેવકોને નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં વ્યાપક તાલીમ મળશે.વિવિધ પરિસ્થિતિઓને સંભાળવા માટે સજ્જ છે, તેની ખાતરી કરવા માટે સતત સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે નાગરિક સંરક્ષણ દળમાં નોંધણી સ્વૈચ્છિક છે. આ સેવા સંપૂર્ણપણે માનદ સેવા છે.નાગરિકોનું સિવિલ ડિફેન્સમાં યોગદાન અનેક લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. આથી, જિલ્લા વહીવટી તંત્રે લોકોને સિવિલ ડિફેન્સ હેઠળ વોલેન્ટિયર તરીકે જોડાવા અનુરોધ કર્યો છે.
રાહત અને બચાવ કામગીરી જેવા આપત્તિ વ્યવસ્થાપના પ્રયત્નોમાં સહયોગ કરવો.
સિવિલ ડીફેન્સ એક્ટ હેઠળ વોલેન્ટિયર તરીકે લેવામાં આવતા પગલાં અને કટોકટીની તૈયારીઓ વખતે જાહેર પ્રશિક્ષણ ઝુંબેશમાં ભાગીદાર બનવું.આથી, જિલ્લા વહીવટી તંત્રે લોકોને સિવિલ ડિફેન્સ હેઠળ વોલેન્ટિયર તરીકે જોડાવા અનુરોધ કર્યો છે.