Abtak Media Google News

હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIRકરી શકશે: સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર મળશે ય-FIRની સુવિધા 

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in  અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં

e-FIRની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે જૂનાગઢ જિલ્લાના નાગરિકો ઘર બેઠા વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ કરી શકાશે.

ફરિયાદી દ્વારા બનાવ સ્થળની વિગતમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIRફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIRફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIRમોકલી આપશે. ફરજ બજાવતાં અધિકારી પોર્ટલ વર્કલીસ્ટમાં તે e-FIRજોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી અતતશલક્ષ થવા અંગે e-mail અથવા જખજ થી જાણ કરવામાં આવશે.

તપાસ અધિકારીને આ પ્રકારની e-FIRમળતાં સૌપ્રથમ આ e-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIRઅપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં ય-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIRની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. જો e-FIRમાં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.