Abtak Media Google News

સમગ્ર દેશના ફાસ્ટ ચાર્જીંગ સુવિધા માટે સાયટ્રોન ઈ.સી.3, લોન્ચીંગની તૈયારી

સાઇટ્રોન ઇન્ડિયાએ જિયો-બીપી સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જિયો બીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને બીપી વચ્ચે ઇંધણ અને ગતિશીલતા માટેનું સંયુક્ત સાહસ છે, આ સાહસ તેના સમગ્ર નેટવર્કમાં ઇવી માળખાકીય સુવિધાઓ અને સેવાઓનું નિર્માણ કરે છે.

જિયો-બીપી તબક્કાવાર સમગ્ર દેશમાં સાઇટ્રોનના મુખ્ય ડીલરશીપ નેટવર્ક અને વર્કશોપમાં ડીસી ફાસ્ટ ચાર્જર્સ ઇન્સ્ટોલ કરશે. આ ચાર્જર્સ તમામ ઇવી કારના ગ્રાહકો માટે પણ ખુલ્લા હશે જેથી ગ્રાહકોને ઇવી અપનાવવામાં મદદ મળી શકે. વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લોન્ચ કરવા માટે નિર્ધારિત નવા સાઇટ્રોન ઈ.સી.3 ઑલ ઇલેક્ટ્રિક સાથે આ ભાગીદારી સુનિશ્ચિત કરશે કે જિયો-બીપીનું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક માય સાઇટ્રોન કનેક્ટ એપ્લિકેશન દ્વારા ઍક્સેસિબલ બની રહે.

જિયો-બીપી હાલમાં જિયો-બીપી પલ્સ બ્રાન્ડ હેઠળ ઇવી ચાર્જિંગ અને સ્વેપિંગ સ્ટેશનોનું ઝડપથી વિસ્તરતા નેટવર્કનું સંચાલન કરે છે. જિયો-બીપી પલ્સ ઑફરિંગની સમગ્ર શ્રેણી તેની મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઍક્સેસ કરી શકાય છે અને તે ગ્રાહકોને તેમની આસપાસના વિસ્તારમાં સરળતાથી ઇવી ચાર્જિંગ સ્ટેશન શોધવામાં મદદ કરે છે અને ડિજિટલ ચૂકવણીની સુવિધા આપે છે.

ભારતના સૌથી મોટા ઇવી ચાર્જિંગ નેટવર્કમાં સામેલ થવાના દ્રષ્ટિકોણથી પ્રેરિત જિયો-બીપી એક ઇલેક્ટ્રિક મોબિલિટી ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે જે સમગ્ર ઇવી મૂલ્ય શ્રૃંખલામાં હિસ્સેદારોને લાભકર્તા કરશે અને મહત્તમ જગ્યાઓ પર ચાર્જિંગ સુવિધાઓ સ્થાપિત કરીને તેના જિયો-બીપી પલ્સ બ્રાન્ડેડ ઇવી ચાર્જિંગ નેટવર્કને વિસ્તારી રહ્યું છે. શહેરો અને મુખ્ય ધોરીમાર્ગોની અંદર આવેલા ટચ પોઈન્ટ્સ ઇવી ધારકોને સરળતાથી મળે રહે અને તેના થકી ઇન્ટર-સિટી અને ઇન્ટ્રા-સિટી મુસાફરી સરળ રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.