શહેર ભાજપ દ્વારા મીડિયા સેલ, સોશિયલ મીડિયા સેલ અને આઈટી સેલના કન્વીનર-સહ કન્વીનર જાહેર કરાયા

મીડિયા સેલના કન્વીનર  તરીકે નીતિન ભૂત, સોશિયલ મીડિયા સેલના કન્વીનર તરીકે હાર્દિક બોરડ અને આઈટી સેલના કન્વીનર તરીકે મનોજ ગરૈયાની નિમણૂંક 

 

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દ્વારા આજે શહેર ભાજપના મીડિયા સેલ, સોશિયલ મીડિયા સેલ અને આઈટી સેલના કન્વીનર-સહ કન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે. આગામી દિવસોમાં અલગ અલગ 7 મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આજે શહેર ભાજપના અલગ અલગ સેલના કન્વીનર તથા સહ કન્વીનરના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મીડિયા સેલના ક્ધવીનર તરીકે નીતિનભાઈ ભુતની વરણી કરવામાં આવી છે. જ્યારે સહકન્વીનર તરીકે સંજય લોટીયા અને તેજસ ગોરસીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે સોશિયલ મીડિયા સેલના કન્વીનર તરીકે હાર્દિક બોરડની નિમણૂંક કરવામાં આવી છે તો સહ કન્વીનરતરીકે શૈલેષ હાપલીયા અને જય સોનારાની વરણી કરવામાં આવી છે. આઈટી સેલના કન્વીનર તરીકે મનોજભાઈ ગરૈયા અને સહ કન્વીનર તરીકે જય શાહ અને નિખીલ રાઠોડની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત સેલ ક્ધવીનરોને શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડ સહિત શહેર ભાજપ અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.