આજે મેયર બંગલા ખાતે શહેર ભાજપની કારોબારી બેઠક  : પ્રદેશ અગ્રણીઓ દ્વારા વિવિધ પ્રસ્તાવો, ઠરાવ અને સંગઠનલક્ષી માર્ગદર્શન પુરૂ પડાશે

આવતીકાલે તમામ વોર્ડમાં કારોબારી બેઠક યોજાશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા  વોર્ડકક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે ત્યારે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક સંપન્ન થયા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં   રાજકોટ   શહેર ભાજપની અપેક્ષાત્ શ્રેણીના સભ્યોની કારોબારી બેઠક તા.રપ/પના બુધવારે સાંજે 6:30 કલાકે શહેરના મેયર બંગલા ખાતે યોજાશે. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી વિનોદભાઈ ચાવડા,  ઝવેરીભાઈ ઠકરાર સહીતના અગ્રણીઓ વિવિધ પ્રસ્તાવો, ઠરાવ અને રાજકીય પ્રસ્તાવ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે તેમજ સંગઠનલક્ષી માર્ગદર્શન પુરૂ પાડશે. ત્યારબાદ આજે અને આવતીકાલે તા.ર6/પના શહેરના તમામ વોર્ડમાં વોર્ડકારોબારી બેઠક યોજાશે.  તા.રપ/પ ના વોર્ડ-4માં વિવાહ પાર્ટી પ્લોટ, વોર્ડ-પ માં સરસ્વતી સ્કુલ(જે.ડી. ભાખર), વોર્ડ-6માં સાંદીપની સ્કુલ  વોર્ડ-1પમાં ગંજીવાડા, રેનબસેરા ખાતે, વોર્ડ-16માં કર્મજયોત વિદ્યાલય, દિપ્તીનગર ખાતે અને આવતીકાલે તા.ર6/પના વોર્ડ-1 માં લલીતભાઈ વાડોલીયાના ઘેર, વોર્ડ-રમાં સેન્ટ ગાર્ગી સ્કુલ, વોર્ડ-3 માં જ્ઞાનદીપ વિદ્યાલય, જંકશન પ્લોટ,વોર્ડ-7 માં નાગર બોડીંગ, વોર્ડ-8માં ભાજપ કાર્યાલય ખાતે, વોર્ડ-9 માં તુલસીબાગ ખાતે, વોડ-10માં ક્રિષ્ના પાર્ક, રામજી મંદીર ખાતે, વોર્ડ-11 માં શિવમ પાર્ક સોસાયટી, વોર્ડ-1રમાં મેયર બંગલા ખાતે, વોર્ડ-13માં સાગર હોલ, 80 ફુટ રોડ  ખાતે, વોર્ડ-14માં દરજીની વાડી ખાતે, વોર્ડ-17માં નવનીત હોલ ખાતે, વોર્ડ-18માં દેવાયતભાઈ ડાંગરની ઓફીસ ખાતે વોર્ડ કારોબારી યોજાશે.  તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયું હતું.