Abtak Media Google News

કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, અરવીંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્થિત રહયા

પ્રથમ દિવસે મહાઆરતીનો લાભ લેતા બ્રહમસમાજ, સોની સમાજ, ગુર્જર સુતાર સમાજ, વાણંદ સમાજ, સીંધી સમાજ તથા વોર્ડ નં.૧ અને રના આગેવાનો: આજે રાત્રે બી.એચ. ઈવેન્ટ પ્રસ્તૃત શ્રી ગણપતી સંગીત સંધ્યાની જમાવટ

શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ધનસુખ ભંડેરી, નિતીન ભારધ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન તા.ર સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૧૧ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતીક  કાર્યક્રમોનું એક પારીવારીક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે  છે તેમજ  વિવિધ રોમાંચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે ખાસ કરી બાળકો અને મહીલાઓ માટે સ્પર્ધાઓ યોજી  ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે ત્યારે  બહેનો માટે ઓપન રાજકોટ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં બહેનોએ અવનવી રીતે આરતીની સજાવટ કરી પ્રેક્ષ્કો સમક્ષ્ મુકી હતી.

City-Bjp-Organized-Aarti-Decoration-Competition-For-Sisters-At-Shri-Ganapati-Mangal-Festival
city-bjp-organized-aarti-decoration-competition-for-sisters-at-shri-ganapati-mangal-festivalcity-bjp-organized-aarti-decoration-competition-for-sisters-at-shri-ganapati-mangal-festival

પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શર્નાીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભક્તિભાવપૂર્ણતાી હાજર રહેલ તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે બ્રહમ સમાજના અભયભાઈ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ડો જૈમનભાઈ ઉપાધ્યાય,  અલ્કાબેન ભારદ્વાજ, માધવ દવે, લીનાબેન રાવલ, કૃણાલભાઈ દવે,નીરંજનભાઈ દવે, રૂપાબેન શીલુ, કમલ ભટૃ, જે.ડી. ઉપાધ્યાય, માધવીબેન ઉપાધ્યાય, શૈલેષ જાની, રંજનબેન જાની, માલતીબેન દવે, સોની સમાજમાંથી ચમનભાઈ લોઢીયા, ભાયાભાઈ સાહોલીયા, મનુભાઈ અંતાણી, મનુભાઈ પરમાર, નટુભાઈ કાપડીયા, વર્ષ્બેન રાણપરા, લતાબેન રાધનપરા, નયનાબેન રાણપરા, ગુર્જર સુથાર સમાજમાંથી જગદીશભાઈ સોડાગર, મગનભાઈ બોરાણીયા, હરેશભાઈ વડગામા, ભરતભાઈ ખારેચા, રસિકભાઈ બદ્રકીયા, કાન્તીભાઈ તલસાણીયા, પ્રદીપભાઈ કરગથરા, અરવીંદભાઈ ત્રેટીયા, વાણંદ સમાજમાંથી અરવીંદભાઈ સોલંકી, નીતીનભાઈ રાઠોડ, દેવુભાઈ વાજા, એમ઼ટી. પરમાર, દીનેશભાઈ સીંશાગીયા, પ્રશાંતભાઈ પાડલીયા, ચંદ્રેશભાઈ છત્રોલા, હરીશભાઈ સીશાંગીયા, ઠાકરશીભાઈ વાઘેલા, જેનીલભાઈ જોટાંગીયા, સીંધી સમાજમાંથી લીલારામભાઈ પોપટાણી,  શંકરભાઈ ભોજાણી, જગુભાઈ ભોજાણી, અશોકભાઈ ટેક્વાણી, દીપકભાઈ રાધાણી, નિલેશભાઈ ટેક્વાણી વગેરે ઉપસ્તિ રહ્યાં હતા.

આજે રાત્રે ૯ કલાકે સિધ્ધી વિનાયક ધામ ખાતે બી.એચ. ઈવેન્ટ પ્રસ્તૃત શ્રી ગણપતી સંગીત સંધ્યાનો ભક્તિસભર કાર્યક્રમ યોજવામાં આવશે. તો આ  ગણપતિ મંગલ મહોત્સવમાં ગણપતિ મહારાજના દર્શનનો લહાવો લેેવા આગેવાનોએ જાહેર અનુરોધ ર્ક્યો છે.

ભાજપ દ્વારા છેલ્લા ૧૪ વર્ષી ગણેશ મહોત્સવ યોજાય છે: નિતીન ભારદ્વાજ

City-Bjp-Organized-Aarti-Decoration-Competition-For-Sisters-At-Shri-Ganapati-Mangal-Festival
city-bjp-organized-aarti-decoration-competition-for-sisters-at-shri-ganapati-mangal-festival

નિતીનભાઈ ભારદ્વાજે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજી ગણપતિ મંગલ મહોત્સવની શરૂઆત થાય છે ત્યારે આપના ચેનલના માધ્યમી ગણેશ મહોત્સવની ખુબ ખુબ શુભકામના છેલ્લા ૧૪ વર્ષી ભારતીય જનતા પાર્ટી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. નાના પાયે શરૂ કરેલ અને આજે ભવ્ય આયોજન થાય છે. આ આયોજનમાં કોઈ પાસેી એકપણ પૈસો લેવામાં આવતો નથી. સંપૂર્ણ ખર્ચ ભારતીય જનતા પાર્ટી કરે છે. રોજે અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. કહી શકાય કે, આવનારા દિવસોમાં જેમ લાલ બાગ કા રાજા કહેવાય છે. તેમ સિદ્ધિ વિનાયક ધામમાં પણ ભાવી લોકો આવશે.

સિદ્ધિ વિનાયક ધામ ખાતે વિવિધ સ્પર્ધાઓ લોકોને આકર્ષે છે: ધનસુખ ભંડેરી

City-Bjp-Organized-Aarti-Decoration-Competition-For-Sisters-At-Shri-Ganapati-Mangal-Festival
city-bjp-organized-aarti-decoration-competition-for-sisters-at-shri-ganapati-mangal-festivalcity-bjp-organized-aarti-decoration-competition-for-sisters-at-shri-ganapati-mangal-festival

ધનસુખભાઈ ભંડેરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષોથી ગણપતી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટના લોકો ખુબ લાભ લે છે. અગાઉ કિશાનપરા ચોકમાં અને પછીથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે બહેનોની આરતી સુશોભન સ્પર્ધા હતી. હજી પાણી પુરી સ્પર્ધા, લાડુ સ્પર્ધા, બાળકો માટે ૩૭૦ કલમ પર લેખ લખવા માટેની સ્પર્ધા આયોજન થશે તા રાજભા ગઢવીનો લોકડાયરો પણ છે. આવા અનેક કાર્યક્રમો થશે. અહીંયા એકપણ પૈસો ધરવાની મનાઈ છે. પ્રસાદ પણ અપાય છે અહીં રોજે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.