Abtak Media Google News

ઢોરનું ટેગીંગ ફરજિયાત: ઢોરની માલિકી બદલાય કે મોત નિપજે તો મનપાને ફરજિયાતપણે જાણ કરવી જરૂરી

રખડતા ઢોરના વધતા જતા ઉપદ્રવના લીધે માર્ગ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત નિપજયાના અહેવાલ સામે આવી ચૂક્યાં છે ત્યારે હવે આ મામલે રાજકોટ શહેર પોલીસ હરકતમાં આવી છે. શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી રખડતા ઢોર ઉપર અંકુશ મુકવા અને પ્રજાને રખડતા ઢોરના ઉપદ્રવ માંથી મુક્ત કરાવવા માટે આકરૂ વલણ દાખવવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ હવે તમામ માલધારીઓએ તેમના ઢોરનું ટેગિંગ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં કરાવી લેવું પડશે અને ટેગીંગ કરેલા ઢોર વેચાણ, ગીરો, બક્ષિસ અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય તો તેની જાણ જે તે ઢોરના માલિકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. જો આ જાહેરનામાનું પાલન ન કરવામાં આવે તો સજા અને દંડની જોગવાઈ પણ જાહેરનામામાં કરવામાં આવી છે.

રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા હોય તે પ્રકારના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ શહેરમાં રખડતા ઢોરે અનેક નિર્દોષના જીવ લીધાના સમાચાર સામે આવી ચૂક્યા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા રાજકોટ શહેર પોલીસ હરકતમાં આવી છે.

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં પશુ ધરાવતા લોકોએ તેમના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. હવે આવા રજિસ્ટ્રેશન કરાવેલા ઢોરની વેંચાણ, ગીરો, બક્ષીશ કે વારસાઈરૂપે માલિકી બદલાય તો જે તે ઢોરના માલિકે રાજકોટ મહાનગરપાલિકાને ફરજિયાત પણે જાણ કરવી પડશે. રજીસ્ટ્રેશન કરાવેલા ઢોરનું મોત પણ નીપજે તો તે બાબતની જાણ પણ રાજકોટ મહાનગરપાલિકાને કરવી પડશે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 મુજબ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 33(1)(બી)(સી) મુજબનું તારીખ 12-12-2022 થી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામામા કરાયેલી જોગવાઈનું જો પાલન નહીં કરવામાં આવે તો ઢોર જપ્ત કરીને રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલ ખાતે મોકલી દેવામાં આવશે. ઉપરાંત ઢોરના માલિક વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર અપનાવી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. ઢોર માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ આઈપીસીની કલમ 188 તથા જીપી એક્ટની કલમ 131 મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

શહેર પોલીસ દ્વારા પ્રસિદ્ધ જાહેરનામામાં શું છે જોગવાઈ ?

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામુ પ્રસિદ્ધ થયાના 60 દિવસમાં પશુ ધરાવતા લોકોએ તેમના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. હવે આવા રજિસ્ટ્રેશન કરાવેલા ઢોરની વેંચાણ, ગીરો, બક્ષીશ કે વારસાઈરૂપે માલિકી બદલાય તો જે તે ઢોરના માલિકે રાજકોટ મહાનગરપાલિકાને ફરજિયાત પણે જાણ કરવી પડશે. રજીસ્ટ્રેશન કરાવેલા ઢોરનું મોત પણ નીપજે તો તે બાબતની જાણ પણ રાજકોટ મહાનગરપાલિકાને કરવી પડશે.

રખડતા ઢોરે લીધા છે અનેક નિર્દોષના જીવ !!

રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા હોય તે પ્રકારના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ શહેરમાં રખડતા ઢોરે અનેક નિર્દોષના જીવ લીધાના સમાચાર સામે આવી ચૂક્યા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસને અટકાવવા રાજકોટ શહેર પોલીસ હરકતમાં આવી છે.

જાહેરનામાનાં ઉલ્લંઘન બદલ નોંધાશે ફોજદારી ફરીયાદ

જાહેરનામામા કરાયેલી જોગવાઈનું જો પાલન નહીં કરવામાં આવે તો ઢોર જપ્ત કરીને રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલ ખાતે મોકલી દેવામાં આવશે. ઉપરાંત ઢોરના માલિક વિરુદ્ધ કાયદાકીય શસ્ત્ર અપનાવી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. ઢોર માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ આઈપીસીની કલમ 188 તથા જીપી એક્ટની કલમ 131 મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.