Abtak Media Google News

બોર્ડની પરીક્ષાને લઈ સોશિયલ મીડિયામાં એક પરિપત્ર વાયરલ થયો છે. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. અને પરીક્ષાની તારીખોને લઈ ખોટી અફવાઓને ધ્યાનમાં ન લેવાની અપીલ કરાઈ છે. જેમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો કોઈ ફેરબદલ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયામાં એવો પત્ર વાયરલ થયો કે, પરીક્ષા જૂન મહિનામાં યોજાશે. પરંતુ હકિકતમાં પરીક્ષા મે મહિનામાં યોજાવવાની છે.

ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર પત્રમાં લખવામાં આવ્યું છે કે, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તારીખોમાં ફેરફાર કરીને બનાવટી અખબારી યાદી વાયરલ કરાયેલી છે. જે એક નિંદનિય ઘટના છે. અને સોશિયલ મીડિયામાં ફરતો પત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે.સોશિયલ મીડિયામાં ફરતા પત્રમાં પરીક્ષા જૂન મહિનામાં યોજાવવાની વાત સામે આવી છે. જ્યારે હકિકતે બોર્ડની પરીક્ષા 10મેથી 25 મે 2021 સુધીમાં યોજાવવાની છે. જે માટે શિક્ષણ વિભાગે પત્ર દ્વારા સમગ્ર સ્પષ્ટતા પણ કરી દીધી છે. આ વાતને વિદ્યાર્થીઓ અને વાલીઓના ધ્યાનમાં લાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.