Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશનની ચુંટણીમાં ક્રોસ વોટીંગની શકયતા વચ્ચે પ્રમુખ પદમાં ત્રિપાંખીયો જંગ

એડવોકેટ દ્વારા ઉત્સાહભેર મતદાન: સમરસ અને જીનિયસ પેનલ દ્વારા જીતના દાવા

રાજકોટ સહિત રાજયભરમાં તમામ બાર એસોસીએશનની ચૂંટણીમાં આજે સવારે નવ કલાકથી  વકીલો ઉત્સાહભેર મતદાન  કરી રહ્યા છષ. જયારે સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતુ રાજકોટ વકીલ મંડળની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં  ભાજપ લીગલ   સેલની બે પેનલ વચ્ચે મુખ્યત્વે  સ્પર્ધા છે.પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો.પરંતુ છેલ્લા 24 કલાકમાં  બારનું ચિત્ર પલ્ટાતા  રાજકીય પંડીતોના ગણીત કદાચ ઉંધા વળે તેવી શકયતાઓ સેવાય રહી છે. બારના ઈતિહાસમાં પ્રથમ વખત  આ ચૂંટણીમાં જ્ઞાતિવાદના  ધોરણે મતદાન થશે. આથી ક્રોસ વોટીંગની શકયતા  વચ્ચે બારની ચૂંટણીના  પરિણામ અપસેટ સર્જે તો નવાય નહીં. બાર એસોસીએશનની ચૂંટણી  સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે. બાર એસોસીએશનની  ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત વિવિધ 16 હોદા ઉપર સમરસ પેનલ અને જીનિયસ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 50 ઉમેદવારો  ના ભાવિક સાંજે નકકી થશે.

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી બની રોમાંચક : પ્રમુખ સહિતના 16 હોદા ઉપર 50 ઉમેદવારો વચ્ચે જંગ

બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ પર 5,  ઉપપ્રમુખ પદ પર 2, સેક્રેટરી પદ પર 2, જોઇન્ટ સેક્રેટરી પદ પર 2, ટ્રેઝરર પદ પર 2,  લાઈબ્રેરી સેક્રેટરી 2,  કારોબારી મહિલા અનામત સીટ પર 3 અને કારોબારી સભ્ય પદ પર 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી  યોજાશે આગામી 17 મી એ પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો કાલે વકીલ મતદારો ફેંસલો કરશે. કાલે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીની કલાકોમાં જ એટલે કે સાંજ સુધીમાં  બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે આજની રાત કતલની રાત હોય તેમ કાવાદાવાના માહિર 50 વકીલ ઉમેદવારો મત માટે સોંગઠબાજી ગોઠવી રહ્યા છે.

3200 વકીલ મતદારોને રીઝવવા ઉમેદવારો છષલ્લી ઘડી સુધી તનતોડ મહેનત કરી રહ્યા છે.

સવારે 9 કલાકે મતદાનના પ્રારંભ  સાથે સીનીયર જૂનીયર એડવોકેટો દ્વારા મતદાન કરવા લાઈનો લગાડી દીધી છે. બંને પેનલો પોત પોતાના  ગ્રુપના  એડવોકેટોને મતદાન કરવા કરાવવા માટે કામે લાગી ગયા છે. બંને પેનલો દદ્વારા જીતના દાવા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.