Abtak Media Google News

જામનગરમાં કોરોના મહામારી બેકાબૂ બનતા રહી રહીને જાગેલા તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. પરંતુ નિયમોની અમલવારીમાં પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ શરૂ થયા છે. કારણ કે, ગુરૂવારે સાંજે ગ્રેઈન માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની અમલવારી સમયે વેપારી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જામનગરમાં કોરોનાને નાથવા તંત્રએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોની કડક અમલવારીની સાથે દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત ગુરૂવારે સાંજે જે અંતર્ગત ગુરૂવારના મનપા અને પોલીસ કર્મીઓ દ્વારા શહેરની ગ્રેઇન માર્કેટમાં નિયમોની અમલવારી માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ગ્રેઇનમાર્કેટમાં આવેલી એક પેઢીના વેપારી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બનતા લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. ભારે રકઝક બાદ પોલીસ વેપારીને સીટી બી પોલીસ મથકે લઇ ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.