- અગાઉ થયેલા ડખ્ખાનું સમાધાન કરવા બાબતે ધમાલ મચાવનાર બંને જૂથના કુલ સાત શખ્સોં વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં સામસામે ગુનો દાખલ
શહેરના કિસાનપરા ચોક નજીક જૂની અદાવતનો ખાર બે જૂથ વચ્ચે સરેઆમ છરી વડે ધીંગાણું ખેલાયાનું સામે આવ્યું છે. મામલામાં બંને પક્ષે કુલ ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. ત્યારે પ્ર.નગર પોલીસે સામસામે બંને પક્ષે કુલ સાત શખ્સોં વિરુદ્ધ જીવલેણ હુમલા સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
મામલામાં જુના મોરબી રોડ પર રહેતા હુશેનભાઇ ઉર્ફે આર્યન રફીકભાઇ બાવનકા(ઉવ.21)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે રાત્રે સાડા બારેક વાગ્યાની આસપાસ મોચી બજારથી હુ તથા મારો મીત્ર ઈરફાન ઉર્ફે રેહાન મોટરસાયકલ લઈને કાલાવડ રોડ ખાતે ચા પીવા જતા હતા ત્યારે કિશાનપરા ચોક નજીક આફતાબ ઉર્ફે બોદુ દીલાવરભાઈ ઠેબા અને સાહુ એક એક્સેસ સ્કૂટરમાં જયારે બીજા એક્સેસમાં માહિદ, સબીર ઉર્ફે સબલો તથા એક અજાણયો વ્યકિત ધસી આવ્યા હતા અને મોટરસાયકલ આડું વાહન નાખી દીધું હતું. ત્યારે આફતાબ ઉર્ફે બોદુ કહેવા લાગેલ કે તે અગાઉ મને માર માર્યો હતો અને હવે હુ તને જાનથી મારી નાખીશ તેમ કહિ ગાળો આપી ઝગડો કર્યો હતો. ઝઘડાથી ડરી મિત્ર ઇરફાન ઉર્ફે રેહાન ડરી જતા ત્યાથી ભાગી ગયેલ હતો. બાદમાં સાહુ તથા અજાણ્યા માણસે એક્સેસની ડેકીમાંથી કાચની બોટલો કાઢેલ હતી. આફતાબે છરી વડે મને જમણી બાજુ છાતીની નીચે પડખામા ઘા મારી દીધેલ હતો જયારે સબીરએ છરી વડે મને છાતીમા મારવા જતા હું ફરી જતા મને વાસાના ભાગે છરીનો ઘા મારી દિધેલ હતો. અજાણ્યા શખ્સે કાચની બોટલ વડે માથાના ભાગે મારવા જતા હુ થોડો ખસી જતા મને જમણી આખની બાજુમા વાગી ગયેલ હતું. તેમજ સાહુએ કાચની બોટલનો છુટો ઘા કરી માથાના પાછળના ભાગે મારેલ હતું. બાદમાં હુ નીચે પડી જતા માહિદે તથા આફતાબે તથા સબીરે મારા પાછળના પુઠના ભાગે છરી ના ઘા મારેલ અને હું ચતો થતા આફતાબે છરી વડે મને છાતીમા મારવા જતા મે ડાબો હાથ આડો રાખતા હાથમા છરી વાગી ગયેલ હતી. જયારે સમાપક્ષે આફતાબ ઉર્ફે બૌદુ દિલાવરભાઈ ઠેબા(ઉ.વ.21)એ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું તથા મારા મામાનો છોકરો માહીદભાઇ અનવરભાઇ જુણેજા ે એક્સેસ લઈને નીકળતા કિશાનપરા ચોકમાં પહોંચતા પાછળથી ડબલ સવારીમાં એક મોટરસાયકલ ચાલક ધસી આવ્યો હતો. ચાલકને હું ઓળખતો નથી પણ પાછળ હુશેનભાઇ ઉર્ફે આર્યન બાવનકા હતો. હુશેને મને જણાવ્યું હતું કે, આપણે જે કેસ ચાલુ છે તેમા સામાઘાન કરી નાખીએ, જેથી મે તેને ચાલુ ગાડીએ જ કહેલ કે મારે સમાઘાન નથી કરવું. જેથી સ્પેલન્ડર મોટર સાયકલ અમારી આગળ કરી મારી એકસેસ મોટર સાયકલ રોકી આર્યને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને મને પેટમા મારવા જતા મારા બચાવમા મે તેની છરી પકડી લેતા મને જમણા હાથની પેલી આંગળી તથા અંગુઠાના ભાગે છરી લાગેલ હતી. બીજા માણસે મને પકડી રાખેલ અને તેને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી મને મારવા જતા હુ તેનાથી બચતા મને તેની છરીનો એક ઘા જમણા હાથની કોણીના ભાગે મારી દિઘેલ હતી. ઝપાઝપીમાં મારી સાથે આવેલ મારા મામાનો દિકરો માહિદ મને બચાવવા જતા હુસેનભાઈ ઉર્ફે આર્યને તેને પણ પગના ઘુંટણ નીચે એક ઘા મારેલો હતો. વધુ હુમલાથી બચવા મેં હુસેનના હાથમાંથી છરી ઝુંટી લઈને આર્યનને તેના શરીરે તથા હાથના ભાગે છરીના ઘા મારેલ હતા. દરમ્યાન ઘણા માણસો આવી જતા આ બન્ને જણા પોતાનુ વાહન લઈને જતાં રહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.