ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, તુરંત ચેક કરો આ વેબસાઇટ પરથી

પરિણામને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર મૂકી દેવાયું છ.

ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.પરિણામને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર મૂકી દેવાયું છે. વિદ્યાર્થીઑ પોતાનું પરિણામ ઉપરની વેબસાઇટ પરથી જોઈ શકે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ-2022માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ અત્યારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે.