Abtak Media Google News

મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેનના પહેલા ભાગની અપાર સફળતા બાદ, મેકર્સે તેનો પાર્ટ-2 લાવી રહ્યા છે. આ વેબ સિરીઝ પાર્ટ-2ની અનાઉન્સમન્ટ થઈ ત્યારથી જ ફેન્સ તેની આતુરતાથી રાહ જોતા હતા. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝનું ટ્રેલર આજે રીલીઝ થઈ ગયું છે જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી.

ન્યુ સીઝનમાં બીજા એક ખાસ વ્યક્તિની પણ એન્ટ્રી છે. સાઉથની સુપરસ્ટાર સમન્તા અક્કેને પણ આ વેબ્સીરિઝ દ્વારા હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. સીઝન 2 ની સાથે દેશનો સૌથી પ્રિય “ફેમેલી મેન” ઉર્ફે શ્રીકાંત તિવારી ઉર્ફે મનોજ બાજપેયી એક એક્શન જાસૂસ થ્રિલર લઈને બોલિવુડમાં ફરી પોતાનો રંગ દેખાડવા આવી રહ્યો છે. આ વખતે, આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે કારણ કે તે માત્ર પોતાના પરિવાર અને તેની માંગણી કરેલા વ્યાવસાયિક જીવનને સંતુલિત કરવા માટે જ સંઘર્ષ કરી રહ્યો છે.

ફેમિલી મેન એક્શન-ડ્રામા સીરિઝ છે, જેમાં શ્રીકાંત તિવારીના જીવન વિશે વાત કરવામાં આવી છે, મિડલેક્લાસ મેન, જે રાષ્ટ્રીય તપાસ એજન્સીના વિશેષ સેલ માટે કામ કરે છે. આ સીરિઝમાં શ્રીકાંતનું અશાંત જીવન દર્શાવવામાં આવ્યું છે જેમાં તેના સિક્રેટ, ઓછી આવક, ઉચ્ચ દબાણ, ઉચ્ચ દાવની નોકરી અને પતિ અને પિતા હોવા વચ્ચેનું સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરે છે. તે એક મધ્યમ વર્ગના માણસની વાર્તા છે જે એક વર્લ્ડ ક્લાસ ડિટેક્ટીવ છે. આ ફિલ્મમાં આપ મનોજ બાજપાઈને “ધ રિયલ ફેમેલીએમેન” તરીકે અનુભવી શકશો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.